જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને PoKમાં આતંકવાદીઓના નવ ઠેકાણા પર સ્ટ્રાઈક કરી હતી. જે બાદ પાકિસ્તાને અનેક વખત ડ્રોન તથા મિસાઇલ વડે હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ પણ આપ્યો. એવામાં 10મી મે, 2025ના રોજ બંને દેશોએ સાંજે 5 વાગ્યાથી સંઘર્ષ વિરામ લાગુ કર્યું છે. એવામાં આજે(11 મે) ભારતની ત્રણેય સેનાના DGMO, DGAO, DGNOએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને ઓપરેશન સિંદૂર અંગે વિસ્તૃત માહિતી આપી. આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ, ભારતીય વાયુસેનાના ડાયરેક્ટર જનરલ એર ઓપરેશન્સ (DG Air Ops) એર માર્શલ અવધેશ કુમાર ભારતી અને ભારતીય નૌકાદળના ડાયરેક્ટર જનરલ નેવલ ઓપરેશન્સ (DGNO) વાઇસ એડમિરલ એએન પ્રમોદનો સમાવેશ થાય છે.
• મુરીદકે અને બહાવલપુર જેવા આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા: DGAO એકે ભારતી
DGAO એર માર્શલ અવધેશ કુમાર ભારતીએ કહ્યું કે, પરિસ્થિતિ કઠિન છે, અમે આ પ્રેસ કોન્ફરન્સ કરવા ઈચ્છતા ન હતા, પરંતુ જરૂરી બની ગયું હતું. ભારતીય વાયુસેનાએ મુરીદકે અને બહાવલપુર જેવા આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા. આ બંને જગ્યા આંતરરાષ્ટ્રીય બોર્ડરથી ઘણી અંદર હતી, એટલા માટે તેની પસંદગી કરવા રણનીતિક રીતે મહત્ત્વની હતી. IAFએ સટીક હુમલા માટે સેટેલાઈટ અને ઇન્ટેલિજેન્સ આધારિત ટાર્ગેટિંગ અને પ્રેસિશન મ્યૂનિશનનો ઉપયોગ કર્યો.
• મુદસ્સર ખાર, હાફિઝ જમીલ અને યૂસુફ અઝહર જેવા ત્રણ મોટા આતંકવાદીઓને ઠાર કર્યા: DGMO
DGMOએ કહ્યું કે, ઓપરેશન સિંદૂરની યોજના પહલગામમાં ભારતીય નાગરિકો પર હુમલા બાદ બનાવવામાં આવી. આ ઓપરેશનનો સ્પષ્ટ ઉદ્દેશ્ય હતો. આતંકવાદીઓ અને તેના ઠેકાણાઓને નષ્ટ કરવા, અમે બોર્ડર પાર આતંકવાદીઓના કેમ્પોની ઊંડાણપૂર્વક ઓળખ કરી. જેમાં કેટલાક ઠેકાણા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને કેટલાક પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં હતા. જે મુરીદકે, જો કસાબ અને ડેવિડ હેડલી જેવા આતંકવાદીઓથી જોડાયેલા રહ્યા છે.
• LoC પર પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું: DGMO
DGMOએ કહ્યું કે, અમારા હુમલામાં 100થી વધુ આતંકવાદી ઠાર મરાયા, જેમાં યૂસુફ અઝહર, અબ્દુલ મલિક રઊફ અને મુદસ્સિર અહમદ જેવા હાઈ વેલ્યૂ ટાર્ગેટ સામેલ છે. આ આતંકવાદી IC 814 હાઈઝેક અને પુલવામા જેવા હુમલાથી જોડાયેલા હતા. LoC પર પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને તેના તરફથી નાગરિક વિસ્તારો જેવા કે ગુરૂદ્વારાને પણ નિશાન બનાવવામાં આવ્યા.
• અમે 100 આતંકવાદીઓને ઠાર માર્યા: DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ
ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ કહ્યું કે, ઓપરેશન સિંદૂરનો ઉદ્દેશ્ય માત્ર આતંકવાદીઓનો ખાતમો કરવાનો હતો. અમે 100 આતંકવાદીઓને ખતમ કર્યા. સાથે જ આતંકવાદી ઠેકાણાઓના પૂરાવા બતાવ્યા. સેનાએ આતંકવાદી હુમલાનો જવાબ આપ્યો. મુદસ્સર ખાર, હાફિઝ જમીલ અને યૂસુફ અઝહર જેવા ત્રણ મોટા આતંકવાદીઓને ઠાર કર્યા.
• ભારતની ત્રણેય સેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ
ભારત દ્વારા હાલમાં કરાયેલા ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાન સાથે તણાવને લઈને એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરાઈ છે. કોન્ફરન્સની શરૂઆતમાં શિવતાંડવની ધૂન સંભળાઈ.
• ભારતની ત્રણેય સેનાઓના DGMO થોડીવારમાં કરશે પ્રેસ કોન્ફરન્સ
સંઘર્ષ વિરામમાં ત્રીજા કોઈ દેશનો હાથ નહીં: ભારત
સૌથી પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધવિરામનો દાવો કર્યો હતો. જોકે ભારત દ્વારા અપાયેલા સત્તાવાર નિવેદનમાં ક્યાંય અમેરિકાનું નામ લેવામાં આવ્યું નથી અને કહેવાયું છે કે આ યુદ્ધવિરામ કરવામાં ત્રીજા કોઈ દેશનો હાથ નથી. ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ યુદ્ધવિરામની જાહેરાત કરતાં કહ્યું છે, કે ‘પાકિસ્તાનના ડિરેક્ટર જનરલ ઓફ મિલીટરી ઓપરેશન (DGMO)એ ભારતના DGMOને બપોરે 3.35 વાગ્યે ફોન કર્યો હતો. જે બાદ બંને દેશો જમીન, વાયુ અને સમુદ્રમાં સાંજે 5.00 વાગ્યાથી ફાયરિંગ અને સૈન્ય કાર્યવાહી બંધ કરવા તૈયાર થયા. બંને દેશોના DGMO 12મી તારીખે બપોરે 12 વાગ્યે ફરી વાતચીત કરશે.’
