38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines છેલ્લી ઘડીએ જ PMJAY ધોકો આપી શકે છે, સતત જોતા રહેવું કે...

છેલ્લી ઘડીએ જ PMJAY ધોકો આપી શકે છે, સતત જોતા રહેવું કે કાર્ડ ચાલુ છે કે બંધ, નહીંતર…….આરોગ્ય વિભાગ ઊંધા માથે

0
49

PMJAY કાર્ડ હોવા છતાં, લાભાર્થીઓએ ધરમના ધક્કા
અરવલ્લી જિલ્લાના સ્થાનિક કર્મચારીઓ કે અધિકારીઓ આ બાબતે સદંતર નિષ્ફળ
રાષ્ટ્રીય કક્ષાના પ્રમાણ પત્રો મેળવી શકતા અધિકારીઓ PMJAY ના લાભાર્થીઓને ન્યાય નથી અપાવી શકતા
અરવલલ્લી જિલ્લામાં દર્દીઓને અમદાવાદ સુધી ધક્કા ખાવા મજબૂર
લાભાર્થી PMJAY કાર્ડ ની સાથે આરોગ્ય વિભાગના ભરોસે ન રહે !!!

કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગૂ કરેલી છે, જોકે સમયે જ કાર્ડ કામ કામ નથી લાગતું. કેટલાય લોકો પાસે આ કાર્ડ હશે, પણ આરોગ્ય વિભાગની જરૂરી સૂચનાઓના અભાવે દર્દીએ કાંતો સારવારથી વંચિત રહેવું પડે અથવા તો, ઓપરેશનની મોંઘી ફી ચુકવીને ઓપરેશન કરાવવાની નોબત આવી શકે છે. કાર્ડ હોવા છતાં, પણ કાંઈ ઠેકાણા પડતા નથી અને કોઈને કાંઈ જ ખબર ન પડતી હોય તેવો ઘાટ ઘડાઈ ગયો છે. અરવલ્લી જિલ્લામાં પણ આવી જ સ્થિતિનું નિર્માણ થયું છે. અહીં લોકોને એમ હશે કે, મારી પાસે પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ છે, પણ શું કરવાનું ધોઈ પીવાનું? અહીં સવાલ છે.

લોકો પાસે કાર્ડ કઢાવી આપવામાં આવે છે, આ માત્ર ટાર્ગેટ પૂરતી જ કામગીરી થતીં હોય તેવું લાગે છે. લાભાર્થીઓ પણ કાર્ડ કાઢીને એટલા મલકાઈ જતાં હોય છે કે, હાશ અમને કાર્ડ મળી ગયું પણ જ્યારે કમનસીબે કોઈ બિમારી આવે ત્યારે હોસ્પિટલમાં ભટકવાનો વારો આવે છે, અને પૂછપરછ કરવામાં આવે છે કે, સાહેબ અહીં કાર્ડ ચાલે છે કે, નહીં ? જિલ્લાની મોટાભાગની હોસ્પિટલમાં ભટકી ચુકો પછી એકાદ હોસ્પિટલમાં કાર્ડ ચાલી જાય તો ઠીક, બાકી તો ભગવાન ભરોસે.

વાત અહીં નથી અટકતી, જો દર્દી બિમાર વ્યક્તિને અમદાવાદ લઈને જવાનું વિચારે તો, મુશ્કેલી વધુ વિટક બની શકે છે, કારણ કે, જ્યારે સિવિલમાં કેસ કઢાવી, જન આરોગ્ય કાર્ડ માટે જાય ત્યારે ત્યાં કેવાયસી ન હોય અથવા તો, કાર્ડ ડાઉનલોડ ન થાય. કેટલીકવાર તો અન્ય ટેકનિકલ કે સ્થાનિક તંત્રની ભૂલને કારણે, કાર્ડ નિકળી જ ન શકે. કાર્ડની કોપી હોવા છતાં તમારે વિલા મોં એ પરત ફરવાનો વારો આવી શકે છે. અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગમાં રાષ્ટ્રીય કક્ષાના પ્રમાણ પત્રો મેળવવા માટે જેટલી આગતા સ્વાગતા કરાય છે, તેટલી આગતા સ્વાગત લાભાર્થીઓના કાર્ડની વેલિડીટી અંગે અથવા તો તેમની મદદ માટે કરવામાં આવે તો, સારૂ કહેવાય. બાકી તો દર્દીએ છતાં કાર્ડ, પૈસાથી ઓપરેશન કરાવવું જ પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!