29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ગુજરાતમાં ક્ષયના મૃત્યુદરમાં 50% ઘટાડો, દેશમાં પ્રથમ ક્રમ

ગુજરાતમાં ક્ષયના મૃત્યુદરમાં 50% ઘટાડો, દેશમાં પ્રથમ ક્રમ

0
32

ગુજરાતે ક્ષયમુક્ત ભારત અભિયાન હેઠળ 2024માં ક્ષયના મૃત્યુદરમાં 50% ઘટાડો હાંસલ કર્યો. 2023માં 34% નવા દર્દીઓ ઘટ્યા, રાજ્યને કેન્દ્ર તરફથી “મૉસ્ટ ઇમ્પ્રુવમૅન્ટ” પુરસ્કાર.

રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જાન્યુઆરીથી ઍપ્રિલ સુધીમાં ક્ષયના દર્દીઓના મૃત્યુદરમાં પણ 50 ટકાનો ઘટાડો થયો છે. તેમજ વર્ષ 2015ની સાપેક્ષે વર્ષ 2023માં ક્ષયના નવા દર્દીઓમાં 34 ટકા અને તેનાથી થતા મૃત્યુદરમાં 37 ટકાનો ઘટાડો નોંધાયો છે. ક્ષયમુક્ત ભારત અભિયાન હેઠળ કામગીરી બદલ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને “સ્ટૅટ્સ વિથ મૉસ્ટ ઇમ્પ્રુવમૅન્ટ” શ્રેણીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે.

રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જાન્યુઆરીથી ઍપ્રિલ સુધીમાં ક્ષયના દર્દીઓના મૃત્યુદરમાં પણ 50 ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ રાજ્યમાં વર્ષ 2022માં એક લાખ 30 હજાર 438, વર્ષ 2023માં એક લાખ 22 હજાર 588 અને વર્ષ 2024માં એક લાખ 24 હજાર 671 ક્ષયના દર્દીઓ સાજા થયા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ક્ષયના દર્દીઓને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવીને મૃત્યુદર ઘટાડવા અને સ્વસ્થ ગુજરાત બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!