29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ રાજકોટ હીરાની ચોરીનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા

રાજકોટ હીરાની ચોરીનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા

0
70

રાજકોટ શહેરના કોઠારીયા રિંગ રોડ પર ધરમ નગર સોસાસયટીમાં ખોડીયાર ડાયમંડ નામના કારખાનામાં થયેલ હીરાની ચોરીનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. 10 એપ્રિલના રોજ રૂપિયા 60,83,650ની કિંમતના 11,655 જેટલા કાચા અને તૈયાર હીરાની ચોરી ગુનામાં દોઢ મહિનાની મહેનત બાદ ગુનાનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ મોડ્યુલ તેમજ પોલીસ વડાએ શરૂ કરેલ મેન્ટર પ્રોજેક્ટનો પણ ઉપયોગ કર્યો હતો. તો હીરા ચોરીના ગુનાને અંજામ આપતા આરોપીઓ ઉપર વોચ ગોઠવી બાદમાં અજય નાયકાની ધરપકડ કરી ચોરીમાં ગયેલ તમામ મુદામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!