29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines બનાસકાંઠા : અંબાજીના દાંતા વિસ્તારમાં માવઠાએ તારાજી સર્જી, કેટલીય જગ્યાએ વૃક્ષો પડ્યા

બનાસકાંઠા : અંબાજીના દાંતા વિસ્તારમાં માવઠાએ તારાજી સર્જી, કેટલીય જગ્યાએ વૃક્ષો પડ્યા

0
117

સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઇને ક્યાંક વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે, તો ક્યાંક ખેડૂતોના પાકને નુકસાન પહોંચી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં પણ માવઠાનો માર પડ્યો છે. અંબાજી દાંતા વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદ બાદ બે વીજ પોલ પડી જવા, વૃક્ષો પડી જઇને માર્ગ પર અવરોધરૂપ બનાવા સહિતની ઘટના બની છે. અંબાજી જવા માટેના ત્રિશુલિયા ઘાટ વાળા રસ્તાને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે વરસાદથી પહાડ પરના પથ્થરો ગબડવાનું જોખમ ઉભુ થયું છે. અંબાજી દાંતા પંથકમાં ગત મોડી રાતે પડેલા વરસાદ અને વાવાઝોડાના કારણે અનેક વિસ્તારો સહિત દુકાનોમાં પાણી ભરાયા હતા. વાવાઝોડામાં અંબાજી નજીકના વિસ્તારમાં બે વીજ પોલ સાથે ચારથી પાંચ જેટલા વૃક્ષો પણ ધરાસાઈ થવા પામેલ છે જોકે કેટલીક જગ્યાએ રસ્તા અવરોધાતા ઝાડને તાકીદે રસ્તા ઉપર થી હટાવવાની કામગીરીને લઈ માર્ગ ખુલ્લા કરાયા હતા

દાંતા ને અંબાજી વચ્ચે ત્રિશુલિયા ઘાટામાં અનેક પહાડી વિસ્તાર જોખમી બન્યો છે મહત્તમ પદયાત્રીઓ અંબાજી જવા માટે આ ત્રિશુલિયા ઘાટા વાળો રસ્તો જ પસંદ કરતા હોય છે અને પદયાત્રીઓની સાથે વાહન ચાલકો માટે પણ ઘાટનો પહાડી વિસ્તાર જોખમી સાબિત થાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે

આ માર્ગને પહોળો કરવા બ્લાસ્ટિંગ કરાયા બાદ ધીરે ધીરે નજીકમાં પહાડના પથ્થરો છૂટા થઈ રહ્યા છે અને પહાડ ના તોતિંગ પથ્થરો ગમે ત્યારે નીચે ધરાશાઇ થાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. અતિ ભારે વરસાદ કે ભારે વાવાઝોડું આવે તો આ ત્રિશુળિયા ઘાટના પહાડો માંથી અનેક પથ્થરો નીચે પડે તેવી પણ પરિસ્થિતિ જોવા મળી રહે છે એટલું જ નહીં જો રાહધારી નીચેથી જતો હોય અને પથ્થર પડે તો મોટી હોનારત પણ સર્જાઇ શકે છે

અંબાજી અને દાતા વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદથી ખેતરમાં બાજરી સહિતનો તૈયાર થયેલ માલ આડો પડી જતાં ચિંતાતુર બન્યો છે. આ વખતે પવનના કારણે લહેરાતો પાક એટલી હદે આડો પડી ગયો છે કે ઢોરોને નીણ માટે કામમાં આવે તેવો રહ્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!