29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસા જુના માર્કેટમાં ખરીદી, જણસ ખાલી કરવા 5 કિ.મી. દૂર...

અરવલ્લી : મોડાસા જુના માર્કેટમાં ખરીદી, જણસ ખાલી કરવા 5 કિ.મી. દૂર નવા માર્કેટના ખેડૂતોને ધક્કા ખવડાવાતા વેપારી, ખેડૂતો લાલઘૂમ

0
79

ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે, ખેડૂતો હેરાન પરેશાન વધુ થઈ રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા એપીએમસી માર્કેટમાં એવો ખેલ ચાલે છે કે, ખેડૂતો મુશ્કેલીઓમાંથી બહાર આવી શકતા નથી… વાત જાણે એમ છે કે, મોડાસા ના જુના માર્કેટ યાર્ડમાં ખેડૂતોની જણસ ખરીદી કરવામાં આવે છે, ત્યારબાદ વેપારીઓ જણસને ખાલી કરવા માટે અંદાજે પાંચ કિલો મીટર દૂર બાજકોટ ખાતે આવેલા નવા માર્કેટ યાર્ડમાં મોકલી રહ્યા છે. કેટલાક ખેડૂતો, સવારના ચાર વાગ્યાના મકાઈ વેચવા માટે આવ્યા હતા. નિયત સમયે ખેડૂતોની મકાઈ ખરીદી કરવામાં આવી,, ત્યારબાદ મકાઈ ખાલી કરવા માટે, ખેડૂતોને નવા માર્કેટ યાર્ડ ખાતે મોકલી દેવાય હતા, જેથી ખેડૂતો, વેપારીની રાહ, જોતા રહ્યા અને વેપારીઓ પહોંચ્યા નહીં,જેથી તાપમાં ખેડૂતોને હાલાકીઓના સામનો કરવો પડ્યો.

ખેડૂતો તેમની જણસ લઈને નવા માર્કેટ યાર્ડ ખાતે પહોંચ્યા તો ખરા, પણ અહીં ખેડૂતો સિવાય કોઈપણ વ્યક્તિ જોવા મળ્યું નહીં. એટલું જ નહીં, વે બ્રિજ પણ બંધ હાલતમાં હતા,,, ખેડૂતોએ ઉમેર્યું હતું કે, ખેડૂતોની પરિસ્થિતિ સુધરવાને બદલે વિકટ બની રહી છે, પણ કોઈ ધ્યાન આપતું નથી. આ અંગે મોડાસા એપીએમસી માર્કેટના સેક્રેટરી સાથે મેરા ગુજરાતે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું કે, પાંચ કિ.મી. દૂર સબયાર્ડ ખાતે જણસ ખાલી કરાવવામાં આવે તો, ખેડૂતોને ભાડુ ચુકવવામાં આવે છે, આ સાથે જ વેપારીને જાણ કરવામાં આવતા, ખેડૂતોની મકાઈ ખાલી કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.

અરવલ્લીના મોડાસા ખાતે આવેલ, એપીએમસી માર્કેટ સતત ચર્ચામાં રહે છે, હોળીના સમયે ભાવ નહીં મળવો અને હવે, ખેડૂતોને જણસ ખાલી કરવા, પાંચ કિલો મીટર સુધી લાંબા કરવામાં આવી રહ્યા છે.. માર્કેટનો વેપારીઓ પર કોઈ કંટ્રોલ ન હોવાથી આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોય, તેવું પણ સ્પષ્ટ લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!