38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines યુક્રેને રશિયાના 5 હવાઈ ઠેકાણા પર ડ્રૉન હુમલો, વાનૉવો, રિયાઝાન અને અમૂર...

યુક્રેને રશિયાના 5 હવાઈ ઠેકાણા પર ડ્રૉન હુમલો, વાનૉવો, રિયાઝાન અને અમૂર પર ડ્રૉન હુમલાને નિષ્ફળ નો દાવો

0
106

રશિયાએ આ હુમલાને આતંકી હુમલો ગણાતા દાવો કર્યો કે, ઈવાનૉવો, રિયાઝાન અને અમૂર પર ડ્રૉન હુમલાને નિષ્ફળ કરાયો છે.

યુક્રેને ગઈકાલે રશિયાના પાંચ હવાઈ ઠેકાણા પર ડ્રૉન હુમલા કર્યા. રશિયાના સંરક્ષણ મંત્રાલયે આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું, અનેક વિમાનમાં આગ લાગી, પરંતુ કોઈ જાનહાનીના અહેવાલ નથી. રશિયાએ આ હુમલાને આતંકી હુમલો ગણાતા દાવો કર્યો કે, ઈવાનૉવો, રિયાઝાન અને અમૂર પર ડ્રૉન હુમલાને નિષ્ફળ કરાયો છે. જોકે, યુક્રેને જણાવ્યું, 11 મહિનાના આ અભિયાનમાં તેમની સુરક્ષા સેવા S.B.U.- એ પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ ટીયૂ-95 અને ટીયૂ-22 બૉમ્બર્સ સહિત અંદાજે 40 વિમાન નષ્ટ કર્યા. જાણવા મળ્યું છે કે, આમાંથી એક હુમલામાં ઈરકુત્સ્કના શ્રીદની ગામમાં સૈન્ય એકમને પણ નષ્ટ કરાયું છે. આ ઉપરાંત બિલાયા હવાઈ ઠેકાણા પર આગ લાગવાની પણ પુષ્ટિ થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!