26.6 C
Gujarat
Monday, October 26, 2026
Home સ્પોર્ટ્સ નૉર્વે ચૅસ ટૂર્નામૅન્ટમાં ગુકેશે કાર્લસનને પરાજય આપ્યો

નૉર્વે ચૅસ ટૂર્નામૅન્ટમાં ગુકેશે કાર્લસનને પરાજય આપ્યો

0

નૉર્વે ચૅસ 2025 ટૂર્નામૅન્ટમાં ડી. ગુકેશે ગત રાત્રે વિશ્વના પહેલા ક્રમાંકના ખેલાડી મૅગ્નસ કાર્લસનને પરાજય આપી ક્લાસિકલ ગૅમમાં પહેલી જીત મેળવી.

નૉર્વે ચૅસ 2025 ટૂર્નામૅન્ટમાં વર્તમાન વિશ્વ વિજેતા ડી. ગુકેશે ગત રાત્રે વિશ્વના પહેલા ક્રમાંકના ખેલાડી મૅગ્નસ કાર્લસનને પરાજય આપ્યો. ક્લાસિકલ ગૅમમાં ગુકેશની કાર્લસન સામે આ પહેલી જીત છે. નૉર્વેના સ્ટાવૅન્જર શહેરમાં કાર્લસને વધુ સમય સુધી રમત પર નિયંત્રણ જમાવ્યું, પરંતુ 19 વર્ષના ગુકેશે સારો બચાવ કરતા તણાવપૂર્ણ ક્ષણમાં કાર્લસનની એક ભૂલ-નો લાભ ઉઠાવ્યો.બંને વચ્ચે ટૂર્નામૅન્ટમાં પહેલા પણ મૅચ રમાઈ છે, જેમાં કાર્લસને જીત મેળવી હતી. જોકે, આ વખતે ગુકેશનો વિજય થયો. છઠ્ઠા રાઉન્ડથી પહેલા કાર્લસન નવ પૂર્ણાંક પાંચ પૉઈન્ટ સાથે ટોચ પર હતા. હવે ટૂર્નામૅન્ટ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!