29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ગ્રામ પંચાયતની ચુટણીઓનો ધમધમાટ-2025, શહેરા તાલુકાની 42 જેટલી ગ્રામ પંચાયતોની ચુટણી માટે...

ગ્રામ પંચાયતની ચુટણીઓનો ધમધમાટ-2025, શહેરા તાલુકાની 42 જેટલી ગ્રામ પંચાયતોની ચુટણી માટે સરપંચ પદના ફોર્મ ભરવા ઉમેદવારોનો ધસારો

0
50

શહેરા,

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં 42જેટલી ગ્રામ પંચાયતની ચુટણી યોજાવાની છે. જેને લઈને તાલુકા પંચાયત કચેરી ખાતે ફોર્મ ભરવાની કાર્યવાહી હાલમા શરુ થઈ છે. સંરપંચ પદના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે આવી વાજતે ગાજતે અબીલ ગુલાલની છોળો વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે. અને પોતાના ગ્રામ પંચાયત વિસ્તારમાં મતદારોની વચ્ચે જઈ મત માંગી રહ્યા છે. પોતાની વિજયની આશા વ્યક્ત કરી રહ્યા છે.

પંચમહાલ જીલ્લામાં 266 જેટલી ગ્રામ પંચાયતની ચુટણીને લઈને ધમધમાટ શરુ થયો છે.જેમા શહેરા, ગોધરા,હાલોલ, કાલોલ, જાંબુઘોડા, ઘોંઘબા સહિતના તાલુકાઓમાં ચુટણીઓ યોજાઈ રહી છે. ચુટણીની તારીખો જાહેર થતા ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી ચુટણી અધિકારીઓની દેખરેખમા પુરજોશમા ચાલી રહી છે. શહેરા ખાતે તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચ પદની ચુટણીમાં ઝંપલાવતા ઉમેદવારોનો ફોર્મ ભરવા માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જેમાં પોતાના સર્મથકો સાથે આવી રહ્યા છે. શહેરા તાલુકા પંચાયતની 32 જેટલી ગ્રામ પંચાયત માટે ચુટણીઓ યોજાઈ રહી છે. જેમાં સરપંચ બેઠકોની સંખ્યા 35 છે. વોર્ડસભ્યોની 342 સંખ્યા છે. મતદાન મથકોની સંખ્યા 116 છે. મતદાન પેટીની સંખ્યામાં 218 છે. ચુટણીઓને લઈ ઉમેદવારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી 42 જેટલા ઉમેદવારી ફોર્મ પંચાયતની ચુટણીને લઈને ભરાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!