28.2 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત World Environment Day : અરવલ્લીના મોડાસામાં સ્વચ્છતા રેલી, મહિલા ITI ખાતે શ્રમદાન

World Environment Day : અરવલ્લીના મોડાસામાં સ્વચ્છતા રેલી, મહિલા ITI ખાતે શ્રમદાન

0
103

અરવલ્લી જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોડાસા મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતેથી પર્યાવરણ જાગૃતિ અંગે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારીએ, સ્વચ્છતા રેલીને પ્રસ્થાન કરાવી હતી. સરકારી આઈટીઆઈ ખાતે રેલીનું સમાપન થયું હતું. મોડાસા મહાલક્ષ્મી ટાઉન ખાતેથી યોજાયેલી રેલીમાં આઈટીઆઈના વિદ્યાર્થીઓ રમત ક્ષેત્ર સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ, મોડાસા નગર પાલિકાના કર્મચારી સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મોડાસા ચાર રસ્તા થી યોજાયેલી રેલીનું સરકારી આઈટીઆઈ ખાતે સમાપન થયું હતું.

મહિલા આઈટીઆઈ ખાતે રેલી સમાપન થતાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયાએ જણાવ્યું કે, પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણને નુકાસન થાય છે, જેથી પ્લાસ્ટિકનો નહિંવત ઉપયોગ કરવો જોઈએ. જો પ્લાસ્ટિકનો ઉપયોગ થાય તો, તે કચરાને ડસ્ટબિનમાં નાખવો જોઈએ. આ સાથે જ મોડાસા નગર પાલિકા દ્વારા કાપડની બેગ તૈયાર કરવામાં આવી રહી છે, કોઈપણ વ્યક્તિ બિનઉપયોગી કાપડ લઈને મહાલક્ષ્મી ટાઉન હોલ જશે, તો, તેમને સખીમંડલની મહિલાઓ દ્વારા બેગ બનાવી આપવમાં આવશે.

મોડાસા ખાતે યોજાયેલી રેલીમાં અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, મોડાસા મામલતદાર ગોપી ચૌધરી, મોડાસા તાલુકા વિકાસ અધિકારી, રમત-ગમત અધિકારી પ્રકાશ કલાસવા, યુવા અને સાંસ્કૃતિક વિભાગના અધિકારી રાકેશ પટેલ, રમત વિકાસ અધિકારી, સહિત મોડાસા નગર પાલિકાના કર્મચારીઓ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!