28.2 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લામાં વાવાઝોડું, મોડાસાના બજાર વિસ્તારમાં વૃક્ષ પડતા, વાહનો દબાયા, વીજ પોલ...

અરવલ્લી જિલ્લામાં વાવાઝોડું, મોડાસાના બજાર વિસ્તારમાં વૃક્ષ પડતા, વાહનો દબાયા, વીજ પોલ તૂટી પડ્યા

0
72

અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન ફૂંકાતા, વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું,, મોડાસાના મુખ્ય બજાર માં વિશાળકાય વૃક્ષ પડી જતાં,ચાર જેટલા વાહનો દબાઈ ગયા હતા… જેમાં ત્રણ જેટલા બાઈક અને મોપેડનો સમાવેશ થયો હતો, જ્યારે બે વીજ પોલ પડી જતાં, ઈકો કારને નુકસાન પહોંચ્યું હતું. આ સાથે જ મોડાસાના ધુણાઈ રોડ અને માલપુર રોડ પર વૃક્ષ પડી જવાની ઘટના ઘટી હતી.. ઘટનાની જાણ થતાં, મોડાસા નગર પાલિકા ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. મોડાસા નગર પાલિકા ફાયર વિભાગની ટીમ અને પાલિકાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં રસ્તા પરથી વૃક્ષ હટાવવાની તજવીજ હાથ ધરી હતી.. મોડાસા નગર પાલિકા પ્રમુખ નીરજ શેઠ, કોર્પોરેટર આશિષ ચૌધરી અને અતુલ જોષી પણ ખડેપગે રહ્યા હતા.

માલપુર પંથકમાં એક મકાનનું છાપરું હવામાં ફંગોળાયું હતું.. અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન ફુંકાયા પછી ભારે વરસાદ વરસ્યો હતો.. ઘણાં લાંબા સમય પછી વરસાદી માહોલ જામતાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!