વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો માંડવી બજાર, હુસેની ચોક, હાટડિયા બજાર અને પીપળી બજારમાં વરસાદી પાણી ભરાયા હતા અને બજાર વિસ્તારોમાંથી નદીની જેમ પાણી વહેતા જોવા મળ્યા હતા.
મહીસાગર જિલ્લામાં ગઈકાલે સાંજે વાતવરણમાં અચાનક બદલાવ આવ્યો હતો અને પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. જિલ્લાના લુણાવાડા શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો માંડવી બજાર, હુસેની ચોક, હાટડિયા બજાર અને પીપળી બજાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા અને બજાર વિસ્તારોમાંથી નદીની જેમ પાણી વહેતા જોવા મળ્યા હતા.
પાણીના પ્રવાહને કારણે નાગરિકોની અવરજવર પ્રભાવિત થઈ છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ જતા અને શરૂઆતમાં જ વરસાદ સારો થતા ખેડૂતો હવે ખેતીકાર્યમાં જોતરશે. જગતના તાતને આ વરસાદ સાથે વધારે આશા છે.






