28.4 C
Gujarat
Friday, August 28, 2026
Home કરંટ ઇશ્યુ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, બેથી ત્રણ ઈંચ વરસાદથી જનજીવન પ્રભાવિત

દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, બેથી ત્રણ ઈંચ વરસાદથી જનજીવન પ્રભાવિત

0

ગઇકાલે આખો દિવસ દ્વારકા જિલ્લામાં મેઘાની ધમાકેદાર પધરામણી થતા તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દ્વારકામાં હજુ પણ મેઘાની સવારી અવિરત રહેતા સૂર્ય નારાયણ ભગવાનની ગેરહાજરી જોવા મળી રહી છે અને આ વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક છે. ગઇકાલે આખો દિવસ દ્વારકા, ભાણવડ, ખંભાળિયા અને ભાણવડ પંથકમાં વરસાદ પડ્યા બાદ રાત્રીના પણ તમામ તાલુકાઓમાં વરસાદ પડયો હતો. તેમાં દ્વારકામાં રાતના પોણા બે ઇંચ વરસાદ પડી જતા રસ્તાઓ પર પાણીનું સામ્રાજય જોવા મળ્યું હતુ.

પ્રવાસીઓ પણ છત્રી લઈને દર્શન કરવા જતા જોવા મળ્યા હતા. ત્યારે આજે સવાર સુધીમાં દ્વારકામાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. કલ્યાણપુરમાં પોણા ત્રણ ઈંચ પડતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ખંભાળિયામાં સવા ઈંચ અને ભાણવડમાં પોણા બે ઈંચ વરસાદ પડયો હતો. આજે સવારે બે કલાકમાં દ્વારકામાં મોસમનો પહેલો વરસાદ નોંધાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!