સમગ્ર રાજ્યમાં વરસાદે પ્રથમ રાઉન્ડમાં જ ધબધબાટી બોલાવી છે. ક્યાંક ભારે, તો ક્યાં મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.. અરવલ્લી જિલ્લામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે.. અહીં માલધારી સમુદાય પર આફતી વરસાદ વરસ્યો હતો, જેમાં 8 જેટલા પશુઓના મોત નિપજ્યા હતા.. મોડાસાના મોતીપુરા ગામે આકાશી વીજળી પડતા 8 જેટલા ઘેટાં-બકરાંઓના મોત નિપજ્યા હતા.. ગામની સીમમાં રહેતા માલધારી સમુદાયના લોકો અઢીસો જેટલા પશુઓ સાથે રોકાયા હતા,, જોકે મોડી રાત્રે અચાનક ભારે વરસાદ વરસ્યો હતો,, ગાજવીજ સાથે ભારે વરસાદ અને વીજળી પડવાથી પશુપાલકોને નુકસાન પહોંચ્યું હતું.. પશુઓ પર જીવનનિર્વાહ કરતા, માલધારીઓ હવે સરકાર પાસે વળતરની આશા રાખી રહ્યા છે.






