26.6 C
Gujarat
Sunday, August 2, 2026
Home ગુજરાત અરવલ્લી : GEB ની મેન્ટેનન્સ કામગીરી વચ્ચે વીજ પોલ માં ધડાકા, થોકોડ...

અરવલ્લી : GEB ની મેન્ટેનન્સ કામગીરી વચ્ચે વીજ પોલ માં ધડાકા, થોકોડ વાયરો આવે’ને લાઈટ બંધ જવાની પરંપરા !!!!

0
104

અરવલ્લી જિલ્લાના મોડાસામાં વરસાદી માહોલમાં પણ તણખલા થઈ રહ્યા છે.. મોડાસાના માલપુર રોડ પર વીજપોલમાં ધડાકા થયા હતા,,ત્યારબાદ અચાનક આગ લાગી હતી.. વરસાદી માહોલ વચ્ચે, મોડાસાના ગોપીવલ્લભ કોમ્પ્લેક્ષ નજીક આવેલા શ્યામનગર સોસાયટીના આ દ્રશ્યો છે,,અહીં વરસાદી વાતાવરણ વચ્ચે અચાનક શોર્ટ સર્કિટ થતાં, વીજ તણખલા થયા હતા,, ત્યારબાદ અચાનક બ્લાસ્ટ થયો હતો… રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની ઘટના સર્જાતા, લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો… અરવલ્લી જિલ્લા વીજ તંત્ર દ્વારા સમયાંતરે મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવતી હોય છે, ત્યારે આવી સ્થિતિ કેમ સર્જાય છે, તે સવાલ છે.

અરવલ્લી જિલ્લા વીજ વિભાગ દ્વારા પ્રીમોન્સૂન કામગીરી કરવામાં આવી હતી. શનિવારના દિવસે અડધા દિવસ સુધી લાઈટ બંધ કરી દેવામાં આવી હતી. નગરજનોએ વિચાર્યું હતું કે, ચાલો પ્રીમોન્સૂન કામગીરી છે, એટલે વીજ તંત્ર કરે તો કાંઈ વાંધો નહીં. ચોમાસા પહેલા આ કામગીરી થઈ જાય તો લોકોને ચોમાસામાં કોઈ તકલીફ ન પડે. હવે ઉલટું થવા લાગ્યું છે. થોડોક વરસાદ કે વાયરો આવે કે તુરંત જ વીજ તંત્રના પગ ઢીલા થઈ જાય છે અને વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. અહીં વીજ તંત્ર એ કાંતો મેન્ટેનન્સ યોગ્ય રીતે કર્યું નથી, તે માટે વીજ પુરવઠો બંધ કરી છે અથવા તો પ્રજાને માત્ર હેરાન કરવી છે. લોકોમાં પણ આ બાબતને લઇને નારાજગી જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!