28.2 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ડાંગ જિલ્લામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો, ધોધ જીવંત થતાં આહ્લાદક દ્રશ્યો

ડાંગ જિલ્લામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો, ધોધ જીવંત થતાં આહ્લાદક દ્રશ્યો

0
85

ડાંગમાં મેઘો મન મુકી વરસી રહ્યો છે. ડાંગ જિલ્લામાં ગઈકાલે 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. સાકરપાતળ, વઘઇ, ઝાવડા, ભેંસકાતરી, કાલીબેલ, પીંપરી, બરડીપાડા, સુબીર, સિંગાણા, લવચાલી, પીપલાઈદેવી, ચિંચલી, ગારખડી, આહવા સહિત પૂર્વ પટ્ટી અને સરહદીય ગામડાંમાં મેધાની સાર્વત્રિક વરસાદથી સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.

વઘઇ તાલુકામાં ધોધમાર વરસાદથી ચીખલા સહિત ખાતળ, માછળી અને દિવડયાઆવનને જોડતા કોઝ-વે પાણીમાં ગરક થઈ જતાં થોડાક સમય માટે ચાર ગામ જિલ્લાના વહીવટી મથકથી સંપર્કવિહોણા બન્યાં હતાં. જિલ્લામાં ઠેરઠેર જાહેર માર્ગો પર પાણી ભરાયા હતા. સતત 7 દિવસથી પડી રહેલા વરસાદથી લોકમાતાઓમાં અંબિકા, ખાપરી, પૂર્ણા, ગીરા અને ધોધડ નદી બંને કાંઠે થઈ વહેવા લાગી હતી. આ સાથે જંગલ વિસ્તારમાં આવેલા ચેકડેમ, વહેળા, ઝરણાં, કોતરડાં ગાંડાતુર બન્યાં હતાં.

વરસાદીને પગલે આહવા-વઘઇ માર્ગ પર આવેલો શિવઘાટ ધોધ અને આહવા-સાપુતારા માર્ગ પર આવેલો આંકડાનો ધોધ અખૂટ જથ્થા સાથે સોળે કળાએ ખીલી ઊઠ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન આહવા તાલુકામાં 250mm વઘઈ તાલુકામાં 198 mm સુબિર તાલુકામાં 180 mm જ્યારે ગિરિમથક સાપુતારામાં 100 mm વરસાદ નોંધાયો હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!