28.2 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લા સેવા સદનનો ગ્રાઉન્ડ ફ્લોર ચકાચક, બીજા માળ સાથે ઓરમાયું વર્તન...

અરવલ્લી જિલ્લા સેવા સદનનો ગ્રાઉન્ડ ફ્લોર ચકાચક, બીજા માળ સાથે ઓરમાયું વર્તન કેમ ? ઠેર-ઠેર ગંદકી અને સાફ-સફાઈનો અભાવ

0
60

અરવલ્લી જિલ્લા સેવા સદનમાં સ્વચ્છતાનો અભાવ
ભોંયતળિયું અને પ્રથમ માળમાં સફાઈ થાય તો, બીજો માળ કેમ નહીં ?
લીફ્ટ અને ખૂંણામાં પાનની પીચકારીઓ?
શું કચેરીઓને સાફ-સફાઈની ગ્રાન્ટ નહીં મળતી હોય?
જો ગ્રાન્ટ મળતી હોય તો સ્વચ્છતા કેમ નહીં?
સ્વચ્છતા રાખવાની અને સ્વચ્છતા કરાવવાની જવાબદારી કોની ?
મામલતદાર કચેરીના પાર્કિંગમાં પણ આવી જ સ્થિતિ

રાજ્ય સરકાર દ્વારા પ્લાસ્ટિક મુક્ત માટે વિશેષ અભિયાન ચલાવી રહ્યું છે, જેેને લઇને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. ગંદકી દૂર કરવા માટે વહીવટી તંત્ર ક્યાંક સાબદૂ બન્યું છે તો ક્યાં મજબૂરીથી આ કામ કરતું હોય તેવું લાગે છે. આવું જ કંઈક અરવલ્લી જિલ્લામાં જોવા મળી રહ્યું છે. સરકાર આદેશ કરે, એટલે નક્કી કરેલ જગ્યાએ સાફ સફાઈ માટે પહોંચી જવાનું પણ, જે જગ્યાએ થી જિલ્લાનું સંચાલન થાય છે, તે જ જગ્યા પર ગંદકીએ ઘર કર્યા હોય તેવું લાગે છે.

અરવલ્લી જિલ્લા સેવા સદનના બીજા માળ પર આવેલા સી બ્લોક સાથે ઓરમાયું વર્તન થતું હોય, તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સી બ્લોક પર ઠેર ઠેર ગંદકી અને કચરો જોવા મળે છે. અહીં સાફ-સફાઈ કેમ કરવામાં નથી આવતી, તે સવાલ છે. અહીં ની લિફ્ટ અને મોટાભાગના ખૂણાઓમાં પાનની પીચકારીઓ જોવા મળી રહી છે. નજીકની કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ શૌચાલયની દુર્ગંધથી પરેશાન થઈ ગયા છે, પણ અધિકારીઓ એજન્સીઓની કેમ કંઈ કહેતું નથી તે સવાલ છે.

સરકાર દ્વારા સ્વચ્છતા ઝૂંબેશ શરૂ કરવામાં આવે ત્યારે સૌથી પહેલા અરવલ્લી જિલ્લા સેવા સદનમાં અભિયાનની શરૂઆત કરવી જોઈએ. અરવલ્લી જિલ્લા પોલિસ વડા કચેરીમાં સ્વચ્છતા હોય છે તો જિલ્લા સેવા સદન અને જિલ્લા પંચાયતમાં કેમ નહીં ?

પ્રાપ્ત માહિતી મુજબ, માત્ર બીજો માળ જ સાફ કરવામાં આવતો નથી, કારણ કે, અહીં કલેક્ટર કચેરી નથી. બાકી ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળને ચકાચક કરી દેવાય છે. અરવલ્લી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સવારે આવીને સીધા ચેમ્બરમાં પહોંચી જતાં હોય છે, સવારે અને સાંજે એક લટાર બીજા માળ પર મારવી જોઈએ, જેથી સાફ સફાઈ કરતી એજન્સીની કામગીરી જોઈ શકાય. આ સાથે જ મામલતદાર કચેરીના પાર્કિંગમાં ઠેર ઠેર પ્લાસ્ટિકની બોટલના ઢગલા જોવા મળી રહ્યા છે. અહીં પણ ગંદકી છે, સાફ-સફાઈ ક્યારે થશે, તે જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!