28 C
Gujarat
Friday, August 21, 2026
Home HeadLines BIG BREAKING: શક્તિસિંહ ગોહિલનું રાજીનામું, કડી-વિસાવદર પેટાચૂંટણીમાં હાર બાદ મોટો નિર્ણય

BIG BREAKING: શક્તિસિંહ ગોહિલનું રાજીનામું, કડી-વિસાવદર પેટાચૂંટણીમાં હાર બાદ મોટો નિર્ણય

0
226

કડી અને વિસાવદરની પેટાચૂંટણીના પરિણામો જાહેર થયાના 4 કલાકમાં જ શક્તિસિંહે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું છે. શક્તિસિંહ ગોહિલના સ્થાને હવે શૈલેષ પરમાર જવાબદારી નિભાવશે. જ્યાં સુધી નવા પ્રમુખના નામની જાહેરાત ના થાય ત્યાં સુધી શૈલેષ પરમાર જવાબદારી સંભાળશે.

શક્તિસિંહે જણાવ્યું કે, 30 વર્ષથી સત્તા ના હોવા છતાં અમારા કાર્યકરો મક્કમતાથી લડ્યા છે. પરિણામો નથી આવ્યા એની જવાબદારી સ્વીકારું છું અને અત્યારથી જ રાજીનામું આપી રહ્યો છું. મારું રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલી આપ્યું છે.

જિલ્લા કક્ષાએ તમામ કાર્યકરોની વાત સાંભળી હતી. એઆઈસીસીએ તમામ સારા ઉમેદવારને સાંભળ્યા છે.જે બાદ જિલ્લા પ્રમુખોના નામ પર મહોર મારવામાં આવી હતી. ગુજરાતના કાર્યકરોને નવું બળ અને જોશ મળ્યો છે. પક્ષ કે પરિવારમાં નિર્ણયો સમયે અમુક લોકોને સમસ્યા હોય શકે છે. ત્રણ મહિને જિલ્લા પ્રમુખોની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. જે બાદ કાર્યકરોને ફરી પૂછવામાં આવશે. પૂર્વ અને નવા નિમાયેલા જિલ્લા પ્રમુખોને શુભેછાઓ પાઠવું છું. શક્તિસિંહ ગોહિલને અનુરૂપ હોય એવા જિલ્લા પ્રમુખો નહીં પણ પાર્ટીને અનુરૂપ હોય એવા પ્રમુખો આવ્યા છે.
ભાવનગરમાં પણ જે નામ આવ્યા તે પણ કાર્યકરોની સર્વસંમતિથી આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!