37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ગર્ભવતી મહિલાઓ માટે ઘો નું માંસ ફાયદાકારક હોવાની ગેરમાન્યતા : ભિલોડા ફોરેસ્ટ...

ગર્ભવતી મહિલાઓ માટે ઘો નું માંસ ફાયદાકારક હોવાની ગેરમાન્યતા : ભિલોડા ફોરેસ્ટ તંત્રે ઘોની હત્યા કરનાર 3ને દબોચ્યા

0
107

ગુજરાતમાં પ્રાણીઓ પ્રત્યેની વધી રહેલી કૃરતા અને ગેરમાન્યતાના કારણે વન વિભાગ ચિંતામાં મૂકાઈ ગયું છે. હમણાં અનેક બનાવો બન્યા છે કે, માણસો ગેરમાન્યતા અને અંધશ્રદ્ધાના કારણે પ્રાણીઓનો શિકાર કરી રહ્યાં છે.હજુ પણ કેટલાક સમાજમાં ગર્ભવતી મહિલાઓને પાટલા ઘો નું માંસ ખવડાવવાની પ્રથા યથાવત છે ત્યારે ભિલોડા વનવિભાગ તંત્રએ ધોલવાણી ત્રણ રસ્તા નજીક છાપરામાં રહેતા અને ઘોના માંસની મીજબાની માણે તે પહેલા ત્રણ શખ્શોને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ માંગતા નામદાર કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કરતા ત્રણે આરોપીની સઘન પૂછપરછ હાથધારી હતી

ભિલોડા વનવિભાગ તંત્રને ધોલવાણી ત્રણ રસ્તા નજીક ખાનગી હોસ્પિટલ પાછળ ઝુપડપટ્ટીમાં રહેતો મુકેશભાઈ નટવરનાથ કનિપા (વાદી)એ બંગાળી બંગાળી ચંદન ઘોના માંસની મીજબાની કરવાની તૈયારીઓ હાથધરી હોવાની બાતમી મળતા તાબડતોડ વનવિભાગના કર્મચારીઓ છાપરામાં પહોંચી નટવરનાથ કનિપા (વાદી)ને દબોચી લીધો હતો તેની સઘન પૂછપરછ કરતા ઘોની હત્યામાં સંડોવાયેલા અન્ય રાજુનાથ ઉદાનાથ મદારી (રહે,રિંટોડા) અને જગદીશભાઈ નટુભાઈ મોડીયા (રહે,ભુતાવડ)ને દબોચી લઇ ત્રણે વિરુદ્ધ વન્ય પ્રાણી ધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!