37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : LCBએ દારૂ ભરેલી સ્કોર્પિયોનો પીછો કરતા ઈટાડી નજીક ગાડીનું ટાયર...

અરવલ્લી : LCBએ દારૂ ભરેલી સ્કોર્પિયોનો પીછો કરતા ઈટાડી નજીક ગાડીનું ટાયર ફૂટતા 6.30 લાખનો દારૂ ઝડપ્યો

0
98

ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂની લાઇન ચાલતી હોવાની ચર્ચા
રાજસ્થાનથી દારૂ ભરેલ વાહનો ઈસરી,ટીંટોઈ અને મોડાસા ટાઉન અને રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હોવાની ચર્ચા
પાયલોટીંગ સાથે રાત્રિના 1 થી સવારના 6 વાગ્યા સુધી સપ્તાહમાં ત્રણ થી ચાર વાર દારૂ ભરેલ વાહનો લાઈનબદ્ધ પસાર થઈ રહ્યા છે…??

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્રએ બુટલેગરો સામે સખ્ત કાર્યવાહી કરી દેશી-વિદેશી દારૂના વેપલા અને હેરાફેરીને નાથવામાં મહદઅંશે સફળ રહી છે જીલ્લા એલસીબી પોલીસને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી પસાર થવાની બાતમી મળતા પેટ્રોલીંગ હાથધરી માળકંપા નજીક વોચ ગોઠવતા દારૂ ભરેલી સ્કોર્પિયો કાર આવતા અટકાવવાનો પ્રયત્ન કરતા બૂટલેગરે કાર હંકારી મૂકતા સરકારી અને ખાનગી વાહનમાં પીછો કરતા બૂટલેગરે ફુલસ્પીડે સ્કોર્પિયો હંકારતા ઈટાડી નજીક ગાડીનું ટાયર ફાટી જતા બુટલેગર રોડ પર ગાડી મૂકી ખેતરોમાં ખોવાઈ ગયો હતો એલસીબી પોલીસે સ્કોર્પિયો માંથી 6.30 લાખના દારૂ સાથે 11.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી એલસીબી પીઆઈ એચ.પી.ગરાસિયાને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી પસાર થવાની બાતમી મળતાં પીએસઆઇ રાઠોડ અને તેમની ટીમને માર્ગદર્શન આપતા માળકંપા નજીક નાકાબંધી કરી વાહનોનું સઘન ચેકિંગ હાથધરતા મેઢાસણ ગામ તરફથી બાતમી આધારિત સ્કોર્પિયો કાર આવતા પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતા બૂટલેગરે કાર ગલસુંદ્રા તરફ હંકારી મૂકતાં તેનો પીછો કરતા ઈટાડી નજીક સ્કોર્પિયો (ગાડી.નં.GJ27AH7841)નું ટાયર ફાટતાં બુટલેગર ગાડી રોડ પર મૂકી ફરાર થઈ ગયો હતો એલસીબી પોલીસે સ્કોર્પિયોમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-480 કિં.રૂ. 6.30 લાખ અને ગાડી મળી કુલ.રૂ. 11.30 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી અજાણ્યા ફરાર બુટલેગર સામે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!