29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines રાજ્યભર માં ધામધૂમ પૂર્વક યોજાઇ ભગવાન જગગન્નાથની રથયાત્રા

રાજ્યભર માં ધામધૂમ પૂર્વક યોજાઇ ભગવાન જગગન્નાથની રથયાત્રા

0
87

અમદાવાદ,ભરૂચ,ભાવનગર,અરવલ્લી,બોટાદ,સુરત,સાબરકાંઠા,બરોડા

ભરૂચ જિલ્લામાંશ્રી જગન્નાથ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી જગન્નાથ મંદિરમાંથી આજે 19મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું.યાત્રાના અંતે સાંજે મહાઆરતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું,

ભાવનગરજિલ્લામાં ભગવાન જગન્નાથજીની 40 મી રથયાત્રામાં ભાવનગર પોલીસ વિભાગ દ્વારા શ્રદ્ધાળુઓ માટે ખાસ ૧૦ જેટલાં સર્કલો ઉપર હેલ્થ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા હતા. નિજ મંદિરથી લઇ ૧૭ કિ.મી ની નગરચર્યાકરાવવાની જવાબદારી શ્રી ઘોઘા- ભાવનગર રાજપુત ભોઇરાજ જ્ઞાતિ ના ૩૦૦ સભ્યો એ લીધેલીછે અરવલ્લી જિલ્લામાં જિલ્લાકલેક્ટર પ્રશસ્તિ પારિકે રથ ખેંચી રથયાત્રા ની શરૂઆત કરાવી હતી.યાત્રાધામ શામળાજીખાતે પણ ભગવાન શામળિયાની ચાંદીના રથમાં રથયાત્રાનિકળી હતી બોટાદ ના ગઢડામાં યોજાએલી રથયાત્રામાં વિવિધ ધાર્મિક અને સામાજિક સંદેશો આપતા ફ્લોટસેઆકર્ષણ ઊભું કર્યું હતું.સુરતના ઇસ્કોનમંદિર દ્વારા યોજાયેલી રથયાત્રામાં મોટી સંખ્યામાંલોકો જોડાયા હતા. સાબરકાંઠા જિલ્લાના ના ઇડર અને હીમતનગર માં પણ ધામધૂમપૂર્વક રથયાત્રાસંપન્ન થઈ. વડોદરામાંપણ પુરીમાં તૈયાર થતા ત્રણ રથોની પ્રતિકૃતિ સમાન કાષ્ઠના ત્રણ રથોનું નિર્માણકરવામાં આવ્યું હતું. પ્રસાદ વિતરણ પછી ત્રણેરથોની પ્રદક્ષિણા કરવાનો પણ સર્વે ભક્તોને લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!