28.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines અરવલ્લી સિંચાઈ વિભાગની કામગીરી પર સવાલો, મેશ્વો કેનાલ ની સાફ-સફાઈ અંગે તપાસનો...

અરવલ્લી સિંચાઈ વિભાગની કામગીરી પર સવાલો, મેશ્વો કેનાલ ની સાફ-સફાઈ અંગે તપાસનો વિષય !!!

0
69

મેશ્વો કેનાલ પણ બની ગઈ જર્જરિત !!
સાફ-સફાઈનો અભાવ
ઉનાળામાં સાફ-સફાઈ પર ગ્રામજનોએ ઉઠાવ્યા સવાલો
શું બિલનું ચુકવણી બારોબાર થઈ જતું હશે કે શું?

અરવલ્લી જિલ્લામાં ભારે વરસાને કારણે ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઇને ઘરોમાં તેમજ ખેતરોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું હતું. મોડાસા તાલુકાના દધાલિયા પંથકમાં એક સપ્તાહ પહેલા ભારે વરસાદ વરસતા, વાંઘા મારફતે મોતીપુરા સુધી પાણી પહોંચ્યા હતા, જોકે વાંઘા અને ગરનાળામાં પાણી જવાની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે પાણી ગામમાં ફરી વળ્યા હતા. આ સ્થિતિમાં ગ્રામજનોની હાલત ખરાબ થઈ ગઈ હતી.

ઉનાળાના સમયમાં સિંચાઈ વિભાગ દ્વારા કેનાલ ની સાફ-સફાઈ કરવામાં આવતી હોય છે, જોકે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલની સાફ-સફાઈ કેવી રીતે કરવામાં આવી હતી, તેના પર ચોક્કસથી સવાલો ઉઠી રહ્યા છે. આ સાથે જ વાંઘા સાફ સફાઈ કરવાની પણ જવાબદારી સિંચાઈ વિભાગની હોવાનું પૂર્વ સરપંચે જણાવ્યું હતું. મોતીપુરા પંથકમાં વાંઘા એટલી હદે પુરાઈ ગયા છે કે, પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી. જેથી વરસાદી પાણીનો નિકાલ કેવી રીતે થઈ શકે તે પણ સવાલ છે.

સિંચાઈના અધિકારીઓ તો મોટાભાગે ફિલ્ડમાં હોય છે તો સરકારી બાબુઓ ફિલ્ડમાં શું કરે છે તેના ઉપર પણ શંકાઓ ઉદભવે છે. કારણ કે, ફિલ્ડમાં હોય તો આવી સ્થિતિનું નિર્માણ થયું ન હોત. આ બાબતે ઉચ્ચ સ્તરિય તપાસ થવી જોઈએ કે, સિંચાઈ વિભાગ ખરેખરે ફિલ્ડમાં કામ કરે છે કે પછી માત્ર તાયફા ? આ સાથે જ જિલ્લાની વિવિધ કેનાલમાં સાફ-સફાઈ કરીને ખોટા બિલ ચુકવવામાં આવે છે કે, પછી કામ થતાં જ નથી તે પણ તપાસનો વિષય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!