33.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines વડોદરાના પાદરામાં મોટી દુર્ઘટના, મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજ ધડામ….. મોટી દુર્ઘટના

વડોદરાના પાદરામાં મોટી દુર્ઘટના, મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજ ધડામ….. મોટી દુર્ઘટના

0
86

વડોદરા જિલ્લાના પાદરા નજીક મહીસાગર નદી પર આવેલા બ્રિજનો મોટો હિસ્સો તૂટી પડતાં ભયાનક અકસ્માત સર્જાયો છે. આ બ્રિજ આણંદ જિલ્લાના ગંભીરા તરફથી પાદરા અને ભરૂચ તરફ જવાની મુખ્ય બ્રિજ છે. દુર્ઘટના સમયે અનેક વાહનો બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા અને મોટા પ્રમાણમાં વાહનો નદીમાં ખાબક્યાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનો મોટો ટ્રાફિક સંપર્ક તૂટી ગયો
આ બ્રિજ વડોદરા અને આણંદ જિલ્લામાં ટ્રાફિકના મુખ્ય માર્ગ તરીકે કાર્ય કરે છે તેમજ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડે છે. બ્રિજ તૂટી પડતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. ઘટનાને પગલે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. કેટલાય લોકો નદીમાં પડી ગયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં મહિલા પોતાના સ્વજનને બચાવવા માટે આક્રંદ કરી રહી છે. બ્રિજ એકાએક તૂટી પડતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ થોડા સમય પહેલા મરામત કરવામાં આવી હતી, જોકે હવે બ્રિજ તૂટી પડતા તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.

બ્રિજ તૂટી પડવાની ઘટનાને લઇને, વિપક્ષી નેતાઓએ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને, સવાલો ઉઠાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!