32.8 C
Gujarat
Friday, August 28, 2026
Home ક્રાઇમ અરવલ્લી: કંટાળુ હનુમાન મંદિરે તસ્કરો ત્રાટક્યા, 5 દાનપેટી તોડી પલાયન, સવાલ કોનો...

અરવલ્લી: કંટાળુ હનુમાન મંદિરે તસ્કરો ત્રાટક્યા, 5 દાનપેટી તોડી પલાયન, સવાલ કોનો કરવા ?

0

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કંટાળું ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં હવે તસ્કરો સક્રિય થયા છે અને મંદિરોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. મેઘરજ તાલુકાના ઈસરી નજીક કંટાળુ હનુમાનજી મંદિર, શ્રી રામજી મંદિર અને રામદેવજી મંદિરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. મંદિરમાં રહેલ પાંચ દાનપેટીઓ તોડી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા. એક જ પરિસરમાં આવેલા ત્રણ મંદિરોના તાળાં તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો શ્રદ્ધાળુઓ સવારે દર્શન માટે આવતા દાનપેટીઓ તૂટી હોવાની જાણ થતાં પોલીસને જાણ કરી હતી, રાત્રીના સમયે આસપાસના વિસ્તારોમાં સ્થાનિક પોલિસ પેટ્રોલિંગ કરતી હશે કે કેમ તે પણ સવાલો છે.

CCTVમાં કેદ થયેલી ચોરી, એક વર્ષમાં ચોરીની ત્રીજી ઘટના
ચોરીની સમગ્ર ઘટના મંદિર પરિસરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. નોંધપાત્ર બાબત એ છે કે, એક વર્ષ પહેલા પણ આ જ મંદિરોમાં આવી જ ચોરીની ઘટના થઈ હતી, જેના કારણે ગામલોકો અને ભક્તોમાં રોષ જોવા મળ્યો છે. તસ્કરોએ રહેણાંક વિસ્તારોમાં તો ચોરી કરતા હતા, પણ હવે તસ્કરો ધાર્મિક સ્થળોને પણ છોડતા નથી.

ઈસરી પોલીસના પેટ્રોલિંગ પર સવાલો
કંટાળુ હનુમાન મંદિરમાં થયેલ ચોરીની ઘટનાના પગલે ઈસરી પોલીસ મથકની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. નાઇટ પેટ્રોલિંગના દાવાઓ કર્યા છતાં પણ તસ્કરો મંદિરો સુધી પહોચી દાનપેટીઓ તોડી શકે, એ પોલીસની કામગીરી માટે ગંભીર ચેતવણીરૂપ છે. સ્થાનિકોએ પોલીસના નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તસ્કરો ઝડપથી પકડાશે કે નહીં, તે પણ એક યક્ષ પ્રશ્ન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!