29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી એટલે ભ્રષ્ટાચારનું હબ !!! પંચાયતોમાં કેવો વિકાસ ? ધનસુરાના આમોદરામાં ગરનાળાના...

અરવલ્લી એટલે ભ્રષ્ટાચારનું હબ !!! પંચાયતોમાં કેવો વિકાસ ? ધનસુરાના આમોદરામાં ગરનાળાના બે કટકા

0
110

અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચાર હવે મનમુકીને વરસ્યો કે શું ?
અધિકારીઓની કામગીરી પર સવાલો ?
ધનસુરાના આમોદરામાં RCC ગરનાળાના બે ટુકડા
સૌથી વધારે ભ્રષ્ટાચાર ગરનાળા અને રોડ બનાવવા થતો હોવાની રાવ
જિલ્લા પંચાયતના ઉચ્ચ અધિકારીઓ કેમ નથી કરતા કાર્યવાહી ?

રાજ્યમાં હવે ભ્રષ્ટાચારે માજા મુકી છે, પણ અધિકારીઓ કંઈ બોલવા તૈયાર નથી. અધિકારીઓના મોટે પટ્ટી લાગી જાય એટલે કંઈક ઈશારો બીજી દિશામાં ચોક્કસથી જાય છે. પંચાયતોમાં સૌથી વધારે જો ભ્રષ્ટાચાર થતો હોય તો રોડ બનાવવા અને ગરનાળા બનાવવામાં થાય છે. તેનું જીવતું જાગતું ઉદાહરણ સામે આવ્યું છે. ધનસુરા તાલુકાના આમોદરામાં અધિકારીઓના પાપે કોન્ટ્રાક્ટર્સના ખિસ્સા ભરાય છે અને કટકી શું ખબર ક્યાં સુધી પહોંચતી હશે, પણ વિકાસ ના તો બે ટુકડ઼ા થઈ જાય છે. સ્થાનિકોના જણાવ્યું મુજબ એકાદ વર્ષ પહેલા અહીં ગરનાળું બનાવાયું હતું, જે ગરનાળું આરસીસી થી તૈયાર થયું હતું, પણ ભ્રષ્ટાચારનું ગરનાળાના બે ટુકડા થઈ જતાં હવે સવાલો ઉઠી રહ્યા છે.

ધનસુરા તાલુકાના આમોદરા હાઈસ્કૂલ નજીર રોડ ની બીજી બાજુ સ્મશાન જવાના માર્ગે એક ગરનાળું તૈયાર કરવામાં આવ્યું હતું, જે ચાલુ વર્ષે વરસાદ થયો તેમાં બે ટુકડા થઈ ગયા છે. અહીં કોન્ટ્રાક્ટર ની કામગીરી અને નિરીક્ષણ કરીને બિલ પાસ કરનાર સંબંધિત અધિકારીઓની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. આવું ગરનાળું કેમ તૂટી જાય ? શું આમાં મટિરિયલ્સ પૂરતા પ્રમાણમાં વારવામાં આવ્યું નહોતું કે શું ? આ સાથે જ આમોદરા ગામના પ્રવેશ દ્વારા નજીક જે ગરનાળું તૈયાર કરવામાં આવ્યું છે, તે પણ સવાલોના ચક્રવ્યુહમાં આવી ગયું છે. આ ગરનાળું તૈયાર કરવામાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનો રાવ ઉઠવા પામી છે. અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા યોગ તપાસ કરવામાં આવે, તો, ગરનાળાની હકીકત સામે આવી શકે એમ છે. બાકી તો અધિકારીના મોં પર પટ્ટી લાગી હોય તો, તેઓ પણ કદાચ જ બોલી શકે અને હાથ બંધાયેેલા હોય તો કાર્યવાહી પણ ન થાય, તો નવાઈ નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!