34.5 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી જિ.પં. માં ફાયર સેફ્ટીના ધજાગરા, DDO, Dy.DDO, પ્રમુખ, RNB Er. ની...

અરવલ્લી જિ.પં. માં ફાયર સેફ્ટીના ધજાગરા, DDO, Dy.DDO, પ્રમુખ, RNB Er. ની ચેમ્બર બહાર લાગેલી બોટલની તારીખ પુરી !!

0
106

અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીની ચેમ્બર બહાર ફાયર સેફ્ટી ફેલ
ડે. ડીડીઓ કચેરી બહાર ફાયર સેફ્ટી ફેલ
ડીપીઈઓ કચેરી, જિ.પં. પ્રમુખની ચેમ્બર બહાર ફાયર સેફ્ટી ફેલ
માર્ગ અને મકાન વિભાગ જિ.પં. કચેરી બહાર ફાયર સેફ્ટી ફેલ
સામાન્ય દુકાનદારોને દંડ તંત્ર આપે છે, તો આમને કોણ દંડ ફટકારશે ?
સામાન્ય એકમો સીલ થાય તો આમની ચેમ્બર કેમ નહીં?
સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરો અને નોકરી લાગો તો નિયમો નેવે મુકવાના ?
સરકાર નિમયો તોડવા માટે તમને મુક્યા છે કે શું ?

રાજ્યમાં જે પ્રકારની ઘટના ઘટે, તેના પર ખાસ ધ્યાન આપવામાં આવે છે, હાલ બ્રિજ દુર્ઘટનાની ચર્ચાઓ ચાલી રહી છે, પહેલા આગની ઘટના ઘટી હતી ત્યારે રાજ્યમાં આગ જ આગ ચાલતું હતું. આગની વાત હાલ ભુલાઈ ગઈ છે ત્યારે સરકારી બાબુઓ જ પોતાની કચેરીઓમાં ધ્યાન આપતા નથી. અરવલ્લી જિલ્લા પંચાયતમાં મોટા ભાગના ફાયર એક્સ્ટીન્ગ્યુઝ બોટલ એક્સાપયર થઈ ગઈ છે. વાત એટલી હદી વધી ગઈ કે, તમામ બોટલ 31-મે-2025 ના રોજ એક્સ્પાયર થઈ છે અને હાલ જુલાઈ મહિનો ચાલી રહ્યો છે. હજુ સુધી જિલ્લા પંચાયતના નિષ્ણાંત અધિકારીઓને ખ્યાલ નથી આવતો. જો કોઈ દુર્ઘટના બને તો સો ટકા અધિકારીઓની જ જવાબદારી બની શકે છે.

ગુજરાતમાં શહેરો હોય કે ગામડાં — આગ લાગવાની ઘટનાઓ હવે જાણે રોજબરોજની બાબત બની ગઈ છે. અનેક દુકાનો, કોમ્પ્લેક્સ, હોસ્પિટલ્સ અને કારખાનાઓ સળગી ઊઠ્યા છે, અનેક જીવલેણ બનાવોએ પરિવારોના દીપ બુજાવી નાંખ્યા છે. દુઃખની વાત એ છે કે, આવા બનાવોમાં મોટેભાગે ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન, બિલ્ડિંગ પરમિશન વગરની માળખાકીય ચડિયાતી કામગીરી અને તંત્રની આંખમૂંચી જવાબદાર હોય છે.

અધિકારીઓ સામાન્ય વેપારીઓ, નાના દુકાનદારો અને ઉદ્યોગોને ફાયર સેફ્ટીના નિયમો માટે વારંવાર દબાવે છે. લાઈસન્સ અટકાવી દેવા, દંડ ફટકારવા, એકમો બંધ કરાવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે. પણ એ જ અધિકારીઓ પોતે બેઠેલી સરકારી કચેરીઓની અંદર ફાયર સેફ્ઠી બોટલ બે મહિનાથી એક્સ્પાયર થઈ ગઈ છે, પણ ધ્યાન આપનાર કોઈ નથી.

આખરે સવાલ એટલો છે કે, નિયમો માત્ર નાગરિકો માટે જ હોય કે તંત્ર માટે પણ? આગ તો કોઈનો સગો નથી, સામાન્ય વ્યક્તિને પણ ઝપેટમાં લઈ શકે છે અને ભણેલા-ગણેલા અધિકારીઓને પણ… તો આવી નિષ્કાળજી કેમ ? આના માટે જવાબદાર કોણ ? અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીની ચેમ્બર બહાર જ ધજાગરા જોવા મળી રહ્યા હોય તો બીજ આવું ચાલે તો નવાઈ શું ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!