28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ભાવનગરમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસરગ્રસ્ત

ભાવનગરમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસરગ્રસ્ત

0
61

ભાવનગર શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ, શહેરના અનેક વિસ્તારના માર્ગો નદીઓ બની ગયા.

ભાવનગર જિલ્લાના અનેક તાલુકા મથક વિસ્તારમાં સતત મેઘમહેર જોવા મળી રહી છે પરંતુ ભાવનગર શહેરમાં હજુ સારા વરસાદની શહેરીજનો રાહ જોઈ રહ્યા હતા ત્યારે ભારે ઉકળાટ વચ્ચે આજે બપોરે બાદ એકાએક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

ધોધમાર વરસાદને પગલે ગણતરીની મિનિટોમાં માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા તો શહેરના અનેક વિસ્તારોમાં માર્ગો નદીઓ બની ગયા હતા. આજે શહેરમાં માત્ર એક કલાક માં દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી, જ્યારે સારા વરસાદને પગલે લોકોએ પણ વરસાદમાં પલળવાની મજા લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!