29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines બુટલેગરે અરવલ્લી LCB ને જોતા જ ક્રેટા ગાડી રીવર્સ દોડાવી

બુટલેગરે અરવલ્લી LCB ને જોતા જ ક્રેટા ગાડી રીવર્સ દોડાવી

0
124
Oplus_0

અરવલ્લી જિલ્લામાં બુટલેગરો સતત દારૂ ગુજરાતમાં ઘૂસાડવા માટે અવનવા કીમિયા અપનાવતા હોય છે,પણ અરવલ્લી જિલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના સૂચનાને લઈને પોલીસ તંત્ર દ્વારા બુટલેગરોના મનસુબા પર પાણી ફેરવી દેવામાં આવી રહ્યું છે. આ વચ્ચે અરવલ્લી જિલ્લા એલસીબી ની ટીમે બહાદુરી પૂર્વક બુટલેગરની ગાડીને રિવર્સમાં રાજસ્થાન પરત ધકેલી હતી.પોલિસે કાર ચાલકને પકડવાનો પ્રયાસ કર્યો હતો, જોકે કાચો અને વન વે રૉડ હોવાથી બુટલેગરે કાર રીવર્સ માં હંકારી દીધી હતી, પોલિસ ચાલકને પકડે તે પહેલા જ રાજસ્થાન સીમા ઘૂસી ગઈ હતી.

અરવલ્લી જિલ્લા એલસીબી ની ટીમને બાતમી મળી હતી કે એક ક્રેટા ગાડી રાજસ્થાન તરફથી ગુજરાતમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લાવી રહી છે. બાતમીના આધારે એલસીબી ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન સિંગલ પટ્ટી રોડ ઉપર ક્રેટા ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. કાર આવતા પોલીસે બાતમીવાળી ગાડી ને રોકવાનો પ્રયાસ કર્યો હતો જોકે કાર ચાલક બુટલેગરે પોલિસની ગાડી જોતા જ રિવર્સમાં ગાડી હંકારી હતી. પોલીસ પણ બુટલેગરની ગાડી પાછળ દોડાવી હતી. શામળાજીના કરવટથી રાજસ્થાન સુધી અરવલ્લી LCB એ આ ગાડીનો પીછો કર્યો હતો. થોડેક દૂર જતાં બુટલેગરની ગાડી રાજસ્થાન બોર્ડરમાં પ્રવેશ કરી દેતા બુટલેગરો પલાયન થઈ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!