33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ખર્ચો કેમ કરીને પાડવો તે’તો અધિકારીઓ પાસેથી જ કોઈ શીખે !! મોડાસા...

ખર્ચો કેમ કરીને પાડવો તે’તો અધિકારીઓ પાસેથી જ કોઈ શીખે !! મોડાસા મામલતદાર કચેરીના આધુનિક જનસેવા કેન્દ્રનું ટોકન મશિન ક્યાં?

0
110

માત્ર ખર્ચો પાડવા, મશિનરી ખરીદી કરવામાં આવે છે કે, શું ?
વર્ષ 2020 માં મોડેલ જનસેવા કેન્દ્ર શરૂ થયા પછી કેટલીવાર ઉપયોગ થયો ?
ટોકન મશિન હાલ ક્યાં અને કેવી સ્થિતિમાં છે ?
કેટલા રૂપિયામાં ટોકન મશિન ખરીદવામાં આવ્યું હતું ?
શું પ્રજાના ટેક્સના પૈસાનો વ્યય કરવામાં અધિકારીઓને રસ છે કે શું?

રાજ્ય સરકાર ટેક્સના પૈસા ફરીથી પ્રજા માટે કેવી રીતે ઉપયોગી નિવડે તે માટે વિચાર કરીને ગ્રાન્ટ સ્વરૂપે પહોંચાડતી હોય છે. કોઈપણ વ્યક્તિ, લાભાર્થી કે પછી અરજદારને કોઈ તકલીફ ન પડે, તેવા આશય સાથે સુવિધાઓમાં વધારો કરાતો હોય છે, જોકે અધિકારીઓની અનઆવડતને કારણે પ્રજાના પૈસાનો વેડફાટ થતો હોય છે, તે જગજાહેર છે. ગ્રાન્ટ કેમ કરીને વાપરવી અને તેમાંથી કેવી રીતે કમિશન કે ટકાવારી મેળવવા, તે પણ સવાલો ઉઠતા હોય છે. આ વચ્ચે અરવલ્લી જિલ્લાના મોડાસા મામલતદાર કચેરીમાં વર્ષ 2020 માં આધુનિક અને મોડેલ જનસેવા કેન્દ્ર ઊભુ કરવામાં આવ્યું હતું, ખર્ચો પાડીને આધુનિક સુવિધાઓ શરૂ કરવામાં આવી હતી, જોકે અહીં મુકવામાં આવેલ ટોકન મશિન ગણતરીના અરજદારોએ જ ઉપયોગ કર્યો છે.
12 સપ્ટેમબર, 2022 ના રોજ મેરા ગુજરાતે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો, પછી મશિન ક્યાં ગયું તે સવાલ – http://sh028.global.temp.domains/~renewedm/MeraGujarat/news/13771/
વિક્રમ સંવત 2076, ફાગણ સુદ 11 ના દિવસે તારીખ 6 માર્ચ, 2020 ના રોજ મોડાસા મામલતદાર કચેરીના નવીન અને મોડેલ જનસેવા કેન્દ્રનું તત્કાલિન પ્રભારી મંત્રી રમણલાલ પાટકરના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. અરજદારોને તમામ સુવિધાઓ મળી રહે, તે હેતુથી મોડેલ જનસેવા કેન્દ્ર ઊભુ કરવામાં આવ્યું હતું. અહીં ખર્ચો પાડવામાં પણ આવ્યો હતો, પ્રજાના ટેક્સના પૈસાનો ખર્ચો કરીને, અહીં ટોકન મશિન પણ મુકવામાં આવ્યું હતું, જોકે ત્યારબાદ કોરોન વાઈરલનો કહેર વર્તાતા, મશિન બંધ હાલતમાં હતું, જોકે ત્યારપછી એકપણ વાર કોઈ અરજદારે ટોકન મશિનનો ઉપયોગ કર્યો નથી. અહીં માત્રને માત્ર ખર્ચો પાડવા માટે આ મશિન મુકી દેવામાં આવ્યું છે, તે અહીં સ્પષ્ટ થાય છે. આ મામલે યોગ્ય વિઝિલન્સની તપાસ થવી જોઈએ, જેથી દુધનું દુધ અને પાણીનું પાણી થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!