33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home આંતરરાષ્ટ્રીય રશિયા : કામચત્કા ભૂકંપ બાદ સુનામી ચેતવણી હળવી ઘડાઈ

રશિયા : કામચત્કા ભૂકંપ બાદ સુનામી ચેતવણી હળવી ઘડાઈ

0
196

રશિયામાં 8.8ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામી ચેતવણી હળવી કરાઈ. જાપાનમાં 19 લાખ વખતો સ્થળાંતર, અનેક દેશે તટ પૂરતા રાહતના સંદેશા જારી.

રશિયાના કામચત્કા દ્વિપકલ્પમાં 8.8ની તીવ્રતાના ભૂકંપને પગલે પ્રશાંત મહાસાગરના દેશોમાં આપવામાં આવેલી સુનામીની ચેતવણી હળવી કરવામાં આવી છે. ફિલિપાઇન્સે કેટલાંક તટીય વિસ્તારોમાં સુનામીની ચેતવણી હટાવી લીધી છે, જ્યારે જાપાને કાન્તો અને વાકાયમા માટેની ચેતવણી ઘટાડી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, હજુ પણ સુનામીનાં મોજાં આવી રહ્યા છે. તેમણે કાંઠાનાં વિસ્તારોનાં લોકોને ઉંચાઈ વાળા વિસ્તારોમાં અથવા આશ્રય સ્થાનમાં ખસી જવા સલાહ જારી કરી છે.

અગાઉ આજે સવારે રશિયામાં પ્રચંડ ભૂકંપને પગલે રશિયા, જાપાન અને હવાઇનાં કેટલાંક ભાગોમાં સુનામીનાં મોજાં ઉછળતા અન્ય 12 દેશો માટે ચેતવણી જારી કરવામાં આવી હતી. જાપાનમાં 19 લાખથી વધુ લોકોને કાંઠા વિસ્તારોમાંથી ખસી જવા જણાવાયું છે. અમેરિકાના તટ રક્ષકે હવાઇ ટાપુ પરનાં બંદરો બંધ કરી દીધા છે અને કેટલીક ફ્લાઇટ્સને અન્ય માર્ગો પર વાળી છે. ચીન, ઇન્ડોનેશિયા, ન્યૂઝીલેન્ડ, પેરુ અને ઇક્વેડોરનાં ટાપુઓએ સુનામી ચેતવણી જારી કરી હતી. દરમિયાન, સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ભારતીય નાગરિકોને સ્થાનિક સત્તાવાળાઓની ચેતવણીનું પાલન કરવા સલાહ આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!