33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines રાજ્યમાં 66 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર, કપાસ-મગફળી અગ્રેસર

રાજ્યમાં 66 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર, કપાસ-મગફળી અગ્રેસર

0
117

રાજ્યમાં સાર્વત્રિક વરસાદે 66 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતરને વેગ આપ્યો. કપાસ, મગફળીનું 20-20 લાખ હેક્ટરમાં વાવેતર. તેલીબીયામાં 1 લાખ હેક્ટરનો વધારો, ધાન્ય પાકો 9.79 લાખ હેક્ટરમાં.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોએ આશરે 66 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર કર્યું છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ, રાજ્યમાં ચાલુ વર્ષે કપાસ અને મગફળી પાકનું સૌથી વધુ 20-20 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર કરાયું છે. ગત વર્ષની સરખામણીએ તેલીબીયા પાકોના વાવેતર વિસ્તારમાં એક લાખ હેકટરથી વધુ વિસ્તારનો વધારો થયો છે. શ્રી પટેલે ઉમેર્યું કે 9 લાખ 79 હજાર હેક્ટરમાં ધાન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!