30.7 C
Gujarat
Friday, August 21, 2026
Home આંતરરાષ્ટ્રીય ઓસ્ટ્રેલિયામાં 16થી ઓછી વયના માટે યુટ્યુબ પ્રતિબંધ

ઓસ્ટ્રેલિયામાં 16થી ઓછી વયના માટે યુટ્યુબ પ્રતિબંધ

0
281

ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી નીચેના કિશોરો માટે યુટ્યુબ પર પ્રતિબંધ મૂકાયો છે. જરૂરિયાત ન પુરતી કન્ટેન્ટથી રક્ષણ માટે કડક નિયમો લાગુ.

ઓસ્ટ્રેલિયાએ 16 વર્ષથી નીચેની વયનાં બાળકો માટે પ્રતિબંધિત સોશિયલ મિડિયા પ્લેટફોર્મમાં યુ-ટ્યુબનો ઉમેરો કર્યો છે. કિશોરોને નુકસાનકારક ઓનલાઇન કન્ટેન્ટથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.આલ્ફાબેટની માલિકીની યુટ્યુબ ચેનલને અગાઉ શૈક્ષણિક ઉપયોગને કારણે પ્રતિબંધમાંથી બાકાત રાખવામાં આવી હતી, પણ 37 ટકા કિશોરો યુ-ટ્યુબનું નુકસાનકારક કન્ટેન્ટ જોતાં હોવાનો સર્વે પ્રસિધ્ધ થયા બાદ તેનાં પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

નવેમ્બરમાં અમલમાં આવેલા કાયદા અંતર્ગત દેશમાં કિશોરો માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક અને સ્નેપચેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ નિયમનું પાલન ન કરનાર કંપીઓ પર 50 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર સુધીનો દંડ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!