ગુજરાત ATSએ બેંગ્લુરુથી 30 વર્ષીય શમા પરવીનની ધરપકડ કરી, જે અલકાયદાની ઓનલાઈન આતંકી મોડ્યૂલ ચલાવતી હતી. સોશિયલ મીડિયા દ્વારા રેડિકલાઈઝેશન, પાકિસ્તાની સંપર્ક મળ્યા.
ગુજરાત આતંકવાદ વિરોધી દળ – A.T.S.એ આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેલી 30 વર્ષની મહિલા શમા પરવીનની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આ મહિલા આતંકી સંગઠનની વિચારધારાનો પ્રચાર કરી રહી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, બેંગ્લુરુથી પકડાયેલી આ મહિલા ઑનલાઈન આતંકી મૉડેલ પર કામ કરે છે. જેના પાકિસ્તાની સંપર્ક પણ મળી આવ્યા છે.
