26 C
Gujarat
Saturday, August 1, 2026
Home HeadLines દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ, નર્મદા ડેમ 69% ભરાયો

દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ, નર્મદા ડેમ 69% ભરાયો

0
218
File Image

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, દક્ષિણ ગુજરાતના 18 તાલુકામાં હળવો વરસાદ. ઉમરપાડામાં પોણા ઇંચ વરસાદ. 62% મોસમી વરસાદ નોંધાયો, 51 જળાશય હાઇએલર્ટ પર. નર્મદા ડેમ 69% ભરાયો.

રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. આજે માત્ર દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડ્યો. દક્ષિણ ગુજરાતનાં 18 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના ઉમરપાડામાં પોણા ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી મોસમનો 62 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ 66 ટકા અને સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 55 ટકા વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે રાજ્યના 51 જળાશય હાઇએલર્ટ પર છે. રાજ્યની જીવાદોરી નર્મદા ડેમ 69 ટકા ભરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!