26.5 C
Gujarat
Monday, August 3, 2026
Home HeadLines અરવલ્લી કલેક્ટર ના દરવાજાને પણ ટક્કર મારે તેવો ટ્રેઝરી સાહેબનો દરવાજો, સરકારે...

અરવલ્લી કલેક્ટર ના દરવાજાને પણ ટક્કર મારે તેવો ટ્રેઝરી સાહેબનો દરવાજો, સરકારે સારા નહોતા બનાવ્યા કે શું?

0
149

અરવલ્લી જિલ્લામાં આંગણવાડીઓની હાલત શાળાઓની હાલત જોઈને એક વખત આપણને વિચાર આવે પણ અધિકારીઓને કોઈ જ વિચાર આવતો નથી. અરવલ્લી જિલ્લાના અધિકારીઓને ખર્ચો કેવી રીતે પાડીને તેમાંથી કંઈક મેળવી લેવું તેવી આશા રાખતા હોય છે. મોટા મોટા ખર્ચા પાડીને ઘરે પણ સુવિધા ન હોય, તેવી સુવિધાઓ તેમની ચેમ્બર બહાર અને અંદર હોય છે. આવી જ સુવિધા સાથે ખર્ચો કરીને ટ્રેઝરી ઑફિસના અધિકારીઓએ સારા અને મોંઘા ફર્નિચર સાથેના દરવાજા બનાવી દીધા છે. અહીં કોના બાપની દિવાળી તે પણ સવાલો ઉઠી રહ્યા છે.

 

સામાન્ય રીતે આપણે ઘરે કંઈ કામ કરાવવું હોય તો આપણે સો વખત વિચાર કરતા હોઈએ છીએ પણ અહીં તો પ્રજાના ટેક્સના પૈસા થી અધિકારીઓ તાગડધિન્ના કરતા હોય છે, તે વાત સ્પષ્ટ છે. અહીં સરકાર દ્વારા વર્ષ 2013માં જિલ્લો છૂટો પાડીને નવીન જિલ્લા સેવાસદનનું 26-03-2016 ના રોજ ઉદ્ઘાટન કરેલ હતું. સરકારે આધુનિક સુવિધાઓ સાથે જિલ્લા સેવા સદનમાં ભરપૂર સુવિધાઓ સરકારી બાબુઓને આપી હતી જો કે માત્ર નવ વર્ષમાં જ જિલ્લા સેવા સદનના વિવિધ વિભાગોના અધિકારીઓના દરવાજા બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અરવલ્લી જિલ્લા ટ્રેઝરી ઓફિસના ઉચ્ચ અધિકારીઓના આધુનિક અને મોંઘા દાટ દરવાજા નાખવામાં આવ્યા છે. શું અધિકારીઓ આવા મોંઘા દાટ દરવાજા તેમના ઘરે પણ લગાવતા હશે કે શું? તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. અહીં તો અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં શાળા આંગણવાડી તેમજ કેટલીક જગ્યાએ પંચાયતોના મકાનોની પણ બીમાર હાલતો જોવા મળી રહી છે ત્યારે આ વચ્ચે અધિકારીઓની ચેમ્બરો નવીન દરવાજા બનાવીને સજ્જ થયેલી જોવા મળી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!