27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લામાં દારૂ મળે છે, તેના પુરાવા મેઘરજ રોડ પર જોવા મળ્યા,...

અરવલ્લી જિલ્લામાં દારૂ મળે છે, તેના પુરાવા મેઘરજ રોડ પર જોવા મળ્યા, મોડાસા પોલિસને કંઈ જ દેખાતું નથી !!!

0
70

જય અમીન/અંકિત ચૌહાણ
રાજ્યમાં દારૂબંધીની અમલવારી મોટાભાગના વિસ્તારોમાં જોવા મળતી નથી, તે વાત સાચી છે. થોડા દિવસ પહેલા અમદાવાદના ઘટલોડિયા વિસ્તારમાં મીડિયાની ટીમે દેશી દારૂના અડ્ડા ચાલતા હોવાનો પર્દાફાશ કર્યો હતો, તેનાથી પણ લોકો વાકેફ છે. હવે રાજસ્થાન સીમા સાથે જોડાયેલા અરવલ્લી જિલ્લામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. મોડાસા ટાઉન અને ગ્રામ્ય પોલિસની ટીમ છાતી ઠોકીને કહે છે કે, તેમના વિસ્તારમાં દારૂબંધોની કડક અમલવારી જોવા મળી છે. દારૂબંધીના દાવા કરતી પોલિસની કામગીરી ની પથારી ફેરવાઈ ગઈ છે.

મોડાસા ના મેઘરજ રોડ પર દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. સાયરા તરફથી દારૂ ભરેલું એક વાહન જતાં રસ્તા પર અંગ્રેજી દારૂની બોટલોની રેલમછેલ જોવા મળી. જેને જોઈને વાહનચાલકો અને સ્થાનિક નાગરિકો ચોંકી ઊઠ્યા. સાર્વજનિક રોડ પર વિખેરાયેલી દારૂની બોટલોને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે. અરવલ્લી પોલીસના નાક નીચે દારૂ ભરેલા વાહનો પસાર થઈ રહ્યા છે અને જો પોલિસ એમ કહેતી હોય કે, આવું કશું જ ચાલતું નથી તો, પુરાવા તેમની સામે જ છે, જે સાબિત કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસે આ મામલે કોઈ પગલું ભરે છે કે નહીં, કે પછી આ વાત પણ અનેક ઘટનાઓની જેમ ભુલાઈ જશે.

આ વિસ્તારમાં ચાલતી પોલિસ પેટ્રોલિંગ થાય છે કે નહીં તે પણ હવે યક્ષ પ્રશ્ન છે. રાત્રીના સમયે પેટ્રોલ બાળી કુટતી સ્થાનિક પોલિસ હવે જવાબદારી નિભાવશે કે પછી મુક્ત થશે તે પણ ચર્ચાનો વિષય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!