28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લામાં 12 ઓગસ્ટના રોજ યોજાશે ત્રિરંગા યાત્રા, આન-બાન-શાન સાથે યોજાશે યાત્રા

અરવલ્લી જિલ્લામાં 12 ઓગસ્ટના રોજ યોજાશે ત્રિરંગા યાત્રા, આન-બાન-શાન સાથે યોજાશે યાત્રા

0
90

સ્વંતત્રા પર્વને લઇને સમગ્ર દેશમાં ભક્તિમય વાતાવરણ સર્જાશે, ત્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોડાસા ખાતે આગામી 12 ઓગસ્ટના રોજ બપોરના ચાર કલાકે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અરવલ્લી જિલ્લાની જનતાને ત્રિરંગા યાત્રામાં જોડાવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે.

મોડાસા ખાતે આગામી 12 ઓગસ્ટના રોજ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો રૂટ જાહેર કરાયો છે.
ત્રિરંગા યાત્રાનો રૂટ અને સમય
બપોરના ચાર કલાકે મોડાસાના ઉમિયા મંદિરથી પોલિસ બેંડ સાથે પ્રસ્થાન થશે
LIC
ટાઉન હોલ ચાર રસ્તા પહોંચશે
નવા બસ સ્ટેશન
જુના માર્કેટ યાર્ડ
અમનપાર્ક સોસાયટી આગળ થઈ
મ.લા.ગાંધી કેમ્પસ ગ્રાઉન્ડ ખાતે પહોંચશે, જ્યાં સમાપન થશે.

મોડાસા ખાતે યોજાનાર ત્રિરંગા યાત્રા માટે ઉમિયા મંદિર અને જ મ.લા.ગાંધી કેમ્પસમાં પણ સેલ્ફી પોઈટ મુકવામાં આવનાર છે. ત્રિરંગા યાત્રાની પૂર્ણાહુતી બાદ શ્રી જે.બી. શાહ ગ્રાઉન્ડની બહાર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!