28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : SP શૈફાલી બારવાલ દારૂબંધી માટે કટિબદ્ધ , વહીવટદારો દારૂની લાઇનો...

અરવલ્લી : SP શૈફાલી બારવાલ દારૂબંધી માટે કટિબદ્ધ , વહીવટદારો દારૂની લાઇનો નોકરી અને જીવના જોખમે ચલાવવા અધીરા બન્યા…!!

0
132

જીલ્લાના માર્ગો પરથી દારૂની હેરાફેરી અટકાવવા SP શૈફાલી બારવાલે મુખ્ય અને અંતરિયાળ માર્ગો પર ઠેર ઠેર ચેકપોસ્ટ ઉભી કરી દારુબંધી અટકાવવામાં મહદંશે સફળ
જીલ્લાના નિષ્ઠાવાન અધિકારીઓ અને કર્મચારીઓની બદલી અને બદનામ કરવા વહીવટદારોના ગાંધીનગર સુધી ફેરા
SP શૈફાલી બારવાલની બદલી થાય તે માટે વહીવટદારોએ માનતા અને બાધાઓ રાખી,તાંત્રિક ટૂચકા પણ કર્યાની ચર્ચા
આંતરરાજ્ય સરહદો પર કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારોને બિલાડીને ખીરની રક્ષા કરવા આપો તેવો ઘાટ સર્જાયો
ફરજમુક્ત ત્રણ થી ચાર પોલીસકર્મી અને તેમના ખાનગી વહીવટદારો વચ્ચે દારૂની લાઇનો ચલવવા હરિફાઈ
એક ખાનગી વહીવટદાર ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટરો માટે ખબરી બની ઉચ્ચ અધિકારીઓનો વિશ્વાસ જીતી ઈસરી મેઘરજ પટ્ટા પરથી દારૂની લાઇનો ચલાવી રહ્યો છે….!!
ખાનગી વહીવટદારો લક્ઝુરિયસ કારમાં સતત સરહદી વિસ્તારોમાં આંટાફેરા,લાઇનોની કમાણી બંધ થતાં રગાવાયા બન્યા
દારૂની લાઇન ચલાવવામાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સંડોવાયેલા હોવાની ચર્ચા,નોકરીના ભોગે બુટલેગરો સાથે ભાઈબંધી

અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલ વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા માટે સખ્ત કાર્યવાહી કરવા અને બુટલેગરોને વીણીવીણી જેલ ભેગા કરવા સતત પ્રયત્નશીલ છે પરંતુ જીલ્લામાં અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની બુટલેગરો સાથે ભાઈબંધી હોવાની બૂમો સમયાંતરે ઉઠી રહી છે વિદેશી દારૂની બદી અટકાવવાની જેના માથે જવાબદારી છે તેમાંથી કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દારૂના નફામાં થતા બમણા નફાની લાલચમાં બુટલેગરના વહીવટદાર બની જતા હોવાની સાથે બુટલેગરોની ચાલતી લાઈનને સુરક્ષા પણ પુરી પાડી દારૂની લાઇનો ચલાવી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલ સ્વચ્છ અને પ્રામાણિક છબી ધરાવે છે પોલીસતંત્રમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મીઓ ખાખીની આડમાં બુટલેગરો સાથે નિકટતા વધારી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે ગાંધીનગર સાયબર સેલ અને સ્ટેટ મોનીટરિંગની રેડમાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની શંકાસ્પદ ભૂમિકા હોવાનું બહાર આવતા પોલીસવડા શૈફાલી બારવાલ ચોંકી ઉઠ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે

ગાંધીના ગુજરાતમાં અરવલ્લી જીલ્લાને અડીને આવેલ રાજસ્થાન રાજ્યને જોડતી આંતરરાજ્ય સરહદો પરથી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ રાજ્યમાં ઠલવાઈ રહ્યો છે બુટલેગરો ગાંધીનગર સુધી હપ્તા પહોચાડતા હોવાની ચર્ચા વેગવાન બની છે દારૂની લાઇનો ચલાવવામાં અનેક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ નોકરી ગુમાવી ચુક્યા છે ભ્રષ્ટ પોલીસકર્મીઓ લક્ઝુરિયસ ગાડીઓ અને કરોડોની મિલકતના આસમી બની ચુક્યા છે હાલ જિલ્લામાં દસથી વધુ ખાનગી વહીવટદારો રાજસ્થાનના ભરત ડાંગી, સુનિલ દરજી, વિશ્રામ, શુકલાલ સહિત ના બુટલેગરોની દયાથી મોંઘીદાટ કારો અને રાજસ્થાનના ઉદેપુર , જોધપુર અને જેસલમેર તેમજ બેંગકોક તાગડધિન્ના કરી દારૂબંધીના લીરેલીરા ઉડાડી રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!