34 C
Gujarat
Friday, August 28, 2026
Home HeadLines Mera Gujarat Imlact : અરવલ્લી જિલ્લા સેવાસદન વિસ્તાર ટપાલ પેટી મુકાઈ, કેટલાય...

Mera Gujarat Imlact : અરવલ્લી જિલ્લા સેવાસદન વિસ્તાર ટપાલ પેટી મુકાઈ, કેટલાય કર્મચારીઓ ને હવે બજાર સુધી નહીં જવું પડે, સાંસદે નોંધ લીધી

0

અરવલ્લી જિલ્લામાં ફરી એક વખત મેરા ગુજરાત અસરદાર સાબિત થયું છે. મેરા ગુજરાત સતત લોકોના વિવિધ પ્રશ્નોને વાચા આપવા માટે ની કામગીરી કરે છે ત્યારે કેટલીક વખત સરકારી કર્મચારીઓની પણ માંગણીઓને ઉજાગર કરવાની સાથે તેમની માંગણીઓ સરકાર સમક્ષ મૂકતું હોય છે. આવી જ એક નાની પરંતુ મોટી સમસ્યા ને ઉજાગર કરી હતી.

અરવલ્લી જિલ્લા સેવા સદનના વિવિધ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓને નાની નાની ટપાલો પોસ્ટ કરવા માટે મોડાસા બજાર વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસ સુધી જવું પડતું હતું. આ સમસ્યા જિલ્લા સેવાસદન, કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, એસ. પી. કચેરી, જિલ્લા કૉર્ટ ના કર્મચારીઓને ટપાલ પોસ્ટ કરવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આસપાસમાં કોઈ જ ટપાલ પેટી ન હોવાથી દરરોજની કેટલી એ ટપાલ પોસ્ટ કરવા માટે અલગ અલગ વિભાગના કર્મચારીઓ મોડાસા શહેરી વિસ્તારમાં જતા હતા. આ અંગે મેરા ગુજરાતે અહેવાલ પ્રસિદ્ધ કરતા અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાના સાંસદ શોભનાબેન બારૈયાએ આ બાબતને ગંભીર નોંધ લીધી હતી. સાંસદે તાત્કાલિક આદેશ કર્યો અને ડિવિઝન પોસ્ટ ઓફિસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ટપાલ પેટી મૂકવામાં આવી છે.

સાંસદ શોભનાબેન બારૈયા તેમજ તેમની ટીમ મેરા ગુજરાત પણ નજર રાખતા હોય છે ત્યારે તેમના ધ્યાને સરકારી કર્મચારીઓની બાબતો ધ્યાને આવી હતી. મેરા ગુજરાતના અહેવાલની તેમણે ગંભીરતાથી નોંધ લીધી અને ડિવિઝન પોસ્ટ ઓફિસ ને આદેશ કરતા પોસ્ટ વિભાગ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ટપાલ પેટી મુકતા હવે આસપાસના તમામ કર્મચારીઓને મોડાસા પોસ્ટ ઓફિસ સુધી નહીં જવું પડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!