34.4 C
Gujarat
Friday, September 11, 2026
Home HeadLines ઉત્તરાખંડમાં રાહત બચાવની કામગીરી સતત ચાલુ

ઉત્તરાખંડમાં રાહત બચાવની કામગીરી સતત ચાલુ

0

ઉત્તરાખંડમાં તંત્ર અને રાહત બચાવ એજન્સીઓ દ્વારા બે દિવસમાં ૭૨૯  વ્યક્તિઓને સુરક્ષિત બહાર કાઢયા છે… લાપત્તા વ્યક્તિઓને શોધવા માટે યુદ્ધ સ્તર પર રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી ચાલી રહી છે.

ઉત્તરાખંડમાં કુદરતી આફત પછી રાહત અને બચાવની કામગીરી સતત ચાલી રહી છે. તંત્ર અને રાહત બચાવ એજન્સીઓ દ્વારા બે દિવસમાં ૭૨૯  વ્યક્તિઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે… તેમજ લાપત્તા વ્યક્તિઓને શોધવા માટે યુદ્ધ સ્તર પર રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી ચાલી રહી છે

… લાપત્તા વ્યક્તિઓને શોધવા માટે તમામ પ્રકારની પદ્ધતિઓ અજમાવવામાં આવી રહી છે… એસડીઆરએફ અને એનડીઆરએફ દ્વારા થર્મલ ઇમેજિંગ અને વેક્ટીમ લોકેટિંગ કેમેરા અને ડોગ સ્કોડની મદદથી કાટમાળ અને ભારે પથ્થરોની નીચે તપાસ કરવામાં આવી રહી છે…

 

 

 

બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) ના અધ્યક્ષ હેમંત દ્વિવેદી ઉત્તરકાશી જિલ્લાના ધારાલી આપત્તિગ્રસ્ત લોકોને મદદ કરવા માટે મુખ્યમંત્રી આપત્તિ રાહત ભંડોળમાં એક મહિનાનો પગાર દાન કરશે. આ ઉપરાંત, BKTC ના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ પણ રાહત ભંડોળમાં એક દિવસનો પગાર જમા કરાવશે. BKTC ના અધ્યક્ષે કહ્યું કે, કુદરતી આપત્તિને કારણે ધારાલી ગામને મોટું નુકસાન થયું છે. આપત્તિ દરમિયાન આપણે બધા અસરગ્રસ્ત લોકોની સાથે ઉભા છીએ. અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે, BKTC ના તમામ કર્મચારીઓએ એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત ભંડોળમાં દાન કરવાનો નિર્ણય લીધો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!