32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ

જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ

0
230
File Image

જમ્મુ કાશ્મીરના કુલગામમાં છેલ્લા નવ દિવસથી ચાલી રહેલા ઓપરેશનમાં આજે એક આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં બે જવાનો વીરગતિને પામ્યા હતાં

જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચ્ચે ચાલી રહેલી અથડામણમાં આજે એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે. જયારે બે જવાન વીરગતિ પામ્યા છે. ઉલ્લેખનીય છે કે કુલગામમાં છેલ્લા નવ દિવસથી સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.

જમ્મુ અને કાશ્મીરના કુલગામના અખાલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરનો આજે નવમો દિવસ છે. આખી રાત આ વિસ્તાર જોરદાર વિસ્ફોટો અને ગોળીબારથી ગુંજી ઉઠ્યો. આ દરમિયાન ગઈકાલે રાત્રે થયેલા ગોળીબારમાં બે સેનાના જવાનો શહીદ થયા હતા,

આ ઓપરેશનમાં 10 અન્ય સૈનિકો ઘાયલ થયા હતા.એન્કાઉન્ટરમાં એક આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગાઢ જંગલો અને કુદરતી ગુફા જેવા છુપાયેલા સ્થળોનો લાભ લઈને ઓછામાં ઓછા ત્રણ કે તેથી વધુ આતંકવાદીઓ હજુ પણ છુપાયેલા છે. આ એન્કાઉન્ટર છેલ્લા કેટલાક દાયકાઓમાં સૌથી લાંબી ચાલતી આતંકવાદ વિરોધી કાર્યવાહી બની ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!