30.4 C
Gujarat
Thursday, October 1, 2026
Home HeadLines અમેરિકા એ ટેરિફ વધારતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પુતીન વચ્ચે વાતચીત

અમેરિકા એ ટેરિફ વધારતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પુતીન વચ્ચે વાતચીત

0
File Image

ટ્રમ્પના ટેરીફ વોર વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત કરી હતી. પુતિને પ્રધાનમંત્રી મોદીને યુક્રેન સંદર્ભે વાકેફ કર્યા હતા

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફ વોર વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન પર વાતચીત કરી… વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ પુતિને પ્રધાનમંત્રી મોદીને યુક્રેન સંદર્ભે વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા… પીએમ મોદીએ સ્થાયી નીતિનો પુનરોચ્ચાર કરતા જણાવ્યું હતું કે, સંઘર્ષનું સમાધાન શાંતિપૂર્ણ સંવાદ અને કૂટનીતિથી થવું જોઈએ…

બંને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચે વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબુત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી… સાથે જ દ્વિપક્ષીય એજન્ડાની પ્રગતિ અંગે સમીક્ષા કરી હતી… પ્રધાનમંત્રી મોદીએ ભારતમાં યોજાનારા 23મા ભારત – રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે રાષ્ટ્રપતિ પુતિનને ભારત આવવા આમંત્રણ પાઠવ્યું હતું…

દરમિયાન અહેવાલ મુજબ વ્લાદિમીર પુતિન એક અઠવાડિયાની અંદર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી શકે છે. અગાઉ પુતિને મલેશિયાના કિંગ સુલતાન ઇબ્રાહિમ સાથે મુલાકાત કરી હતી. તેમની યુએઇના શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહયાન સાથેની મંત્રણા અનેક રીતે ખાસ રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!