32.9 C
Gujarat
Friday, August 7, 2026
Home HeadLines અરવલ્લી: રક્ષાબંધનના દિવસે કાર ચાલક 4 યુવાનોને નડ્યો અકસ્માત, 40 ફૂટ ઊંચા...

અરવલ્લી: રક્ષાબંધનના દિવસે કાર ચાલક 4 યુવાનોને નડ્યો અકસ્માત, 40 ફૂટ ઊંચા બ્રિજ પરથી કાર નીચે પડી

0
164

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોડાસાના બાયપાસ સ્ટેટ હાઈવે પર એક કાર પુલ પરથી કાબુ ગુમાવીને નીચે માઝૂમ નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના મોત થયા છે. આ ઘટના મોડાસાના બાયપાસ સ્ટેટ હાઈવે પર બની હતી. જ્યાં એક કાર પૂરઝડપે આવી રહી હતી અને બ્રિજ પરનું ડિવાઈડર તોડીને સીધી માઝૂમ નદીમાં ખાબકી હતી.

ચાલકે કાબુ ગુમાવતા કાર બ્રિજ પરથી નદીમાં ખાબકી
અકસ્માત થયા બાદ આસપાસના સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિકોએ કારમાં ફસાયેલા 4 લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. તદુપરાંત તેમણે પોલીસ, 108 અને ફાયર બ્રિગેડની ટીમને પણ ઘટનાની જાણ કરી દીધી હતી. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા

પોલીસ, ફાયર અને 108 ની ટીમ ઘટનાસ્થળે પહોંચી
સ્થાનિકોના જણાવ્યા અનુસાર કારમાં સવાર 3 ના ઘટનાસ્થળે મોત થયા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિને રેસ્કયુ કરી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તમનું પણ મોત થયું હોવાની સાર્વજનિક હોસ્પિટલ ના તબીબે જણાવ્યું હતું. પોલિસ અને ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતી અને બેફામ વાહન ચલાવતા વાહનચાલકો પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!