37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત પંચમહાલ: શહેરા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધુમથી ઉજવણી કરાઈ

પંચમહાલ: શહેરા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધુમથી ઉજવણી કરાઈ

0
84

શહેરા

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી. જેમાં બાઈક રેલીનુ આયોજન કરાયું હતુ.વિવિધ ગામોમાં થઈને રેલી શહેરા ખાતે પહોંચી હતી. ત્યાર બાદ બાઈકરેલી બોરીયા ખાતે પહોચીને સભાના રૂપમા ફેરવાઈ હતી.

શહેરા તાલુકામાં આદિવાસી સમાજ દ્વારા રંગેચંગે અને ધામધુમથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામા આવી હતી. આદિવાસી સમાજ દ્વારા એક ભવ્ય બાઈક રેલી કાઢવામા આવી હતી.આ બાઈકરેલી શહેરા ખાતે પહોચી હતી. આદિવાસી સમાજના યુવાનો પંરપરાગત વસ્ત્ર પરિધાનમાં સજ્જથઈને રેલીમાં જોડાયા હતા. સાથે તીરકામઠા સહિતના શસ્ત્રો -સાથે પણ નજરે પડતા હતાં. ડીજેના તાલે ગીતો પર ભારે નાચગાન કરીને આનંદ પ્રમોદ સાથે આદિવાસી દિવસની ઉજવણી કરી હતી. બાઈકરેલી બોરીયા ગામ ખાતે પહોંચી હતી બોરીયા ઉન્નતિ હાઈસ્કુલ પાસે એક સભાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં આદિવાસી સમાજના વિકાસ અને ઉત્થાન તેમજ આદિવાસી અસ્મિતા પહેરવેશ.શિક્ષણને લગતા પ્રશ્નો સહિતના ચર્ચા કરવામાં આવી હતી, તેમજ શિક્ષિત બનો અને સંગઠીત બનોના સંદેશ આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા આપવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!