38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત પંચમહાલ : પાનમ જળાશય આધારિત ઉદવહન સિંચાઈ યોજનાના નીર ના વધામણા કરાયા

પંચમહાલ : પાનમ જળાશય આધારિત ઉદવહન સિંચાઈ યોજનાના નીર ના વધામણા કરાયા

0
140

 

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકા પુર્વ વિસ્તારોના ખેડુતો સિંચાઈના પાણીની સમસ્યા હતી. આ વિસ્તારમાં સિંચાઈના પાણીની સુવિધા કરવામાં આવે તેવી માંગ વર્ષોથી ખેડુતો દ્વારા કરવામાં આવતી હતી. હવે આ ખેડુતોની સિંચાઈની મુશ્કેલીનો હવે હલ આવશે. નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા પાનમ જળાશય આધારિત 279.24 કરોડના ખર્ચે ઉદવહન સિંચાઈ યોજના બનાવામાં આવી છે. જેમાં શહેરા તાલુકાના 63 જેટલા તળાવો જે પુર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા છે તેને પાનમડેમના પાણીથી ભરવામાં આવશે. શહેરા તાલુકાના ખોજલવાસા ખાતે આ સિંચાઈ યોજનાના નીરના વધામણા કાર્યક્રમમાં શહેરા ના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે કરવામાં આવ્યા હતા.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુરાના ખોજલવાસા ખાતે નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા પાનમ જળાશય આધારિત 279,24 કરોડના ખર્ચે ઉદવહન સિંચાઈ યોજના ના નીરના વધામણા કાર્યક્રમમાં શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તેમનું સ્વાગત કરવામા આવ્યુ હતુ. પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના પુર્વ પટ્ટીના ખેડુતો ખેતી ચોમાસામાં વરસાદ પડે તેના પર ખેતી આધારીત હતી. અન્ય સીઝનમાં પણ પાણી મળી રહે તે હેતુથી પાનમ જળાશય આધારીત ઉદવહન સિંચાઈ યોજના 279.24 કરોડના ખર્ચે અમલી બનાવામા આવી છે. જેના ભાગરુપે શહેરા તાલુકાના મહેલાણ ગામે પાણી ઉદવહન કરીને ખોજલવાસા ગામમાં ઉચાણવાળી ટેકરી પણ ટેન્ક બનાવી 236 ફુટ પાણી લીફટ કરીને 7.0 પ્રેશર મેઈનલાઈન મારફતે પાણી નાખનાવામાં આવશે.42 કિમી પાઈપલાઈન થકી તળાવી ભરવામાં આવશે.આનાથી 86,000 એકર જમીનને લાભ મળશે. શહેરા તાલુકાના લાભ મળનારા ગામોમા મહેલાણ, બોરીયાવી, સાજીવાવ, નાડા, ખોજલવાસા, સરાડીયા, વાઘજીપુર.
ધામણોદ, માતરીયા વ્યાસ, ડુમેલાવ, તાડવા, પાદરડી, મંગલીયાણા, મંગલપુર ચોપડા ખુદ, નાદરવા ખટકપુર, છોગાળા સુરેલી, વીજાપુર, છોગાળા, દલવાડા, ડોકવા, મીઠાલી, પસનાલ નવાગામ, ધરોલા, ધમાઈ,સગરાડા, ગાંગડીયા, ચલાલી, ધાધલપુર સહિતના ગામોનો લાભ મળશે. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સરપંચો, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતના સભ્યો, તેમજ ગ્રામીણ વિસ્તારમાંથી આવેલી જનતા ઉપસ્થિત રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!