31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

અરવલ્લી : મોડાસા માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી, V Gyan કોચિંગ સેન્ટરના ચાર શિક્ષકોના ઘટનાસ્થળે મોત


રક્ષાબંધનની ઉજવણી કરી પરત મોડાસા પરત ફરતાં માઝુમ બ્રીજ નજીક કાર ચાલકે કાબૂ ગુમાવતા 40 ફૂટ નીચે ખાબકી
અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ચારે મૃતકોને ભારે જહેમત બાદ કારમાંથી કાઢ્યા રાત્રે 9 :30 કલાકે ગમખ્વાર અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડતાં બાયપાસ રોડ પર ટ્રાફિક જામ
મૃતક યુવકોના પરિવારજનો અને સગા-સંબંધીઓ પીએમ રૂમમાં પહોંચી આક્રંદ કરી મૂકતા ભારે ગમગીની છવાઈ હતી

મોડાસા શહેરના બાયપાસ રોડ પર રક્ષાબંધન પર્વની રાત્રીએ અકસ્માતની ઘટનામાં ચાર યુવા હોનહાર શિક્ષકોના મોત નિપજતા સમગ્ર શહેરમાં શોકની મોજું ફરી વળ્યું હતું મોડાસામાં આવેલા માઝુમ બ્રિજ પાસે નવમી ઓગસ્ટ રાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મોડાસાના સહયોગ તરફથી આવતી કાર 40 ફૂટ ઊંડી માઝુમ નદીમાં ખાબકી હતી, જેમાં ચાર યુવાનોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.અકસ્માતના પગલે પોલીસ દોડી પહોંચી મૃતકોની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર,મોડાસા શહેરની ખાનગી શાળા સાથે મળી NEET અને JEE ના ક્લાસ ચાલવતા વિ-જ્ઞાન ઇન્સ્ટિટ્યુટના અમદાવાદ ચાંદખેડાની કે.બી રોયલ અલ્ટેજા સોસાયટીમાં રહેતા વિશાલ જીવણલાલ રાજ અને તેમના સાથી શિક્ષકો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી કાર લઇ પરત મોડાસા ફરતાં સમયે બાયપાસ રોડ પર આવેલ માઝુમ બ્રિજ પરથી પસાર થતા વિશાલ રાજે કાર ગફલતભરી રીતે હંકારી કાબૂ ગુમાવતા બ્રિજ પરથી 40 ફૂટ નીચે ધડકાભેર ખાબકતા કાર ચાલક ૧) વિશાલ રાજ, ૨) આબિદ મરડિયા( રહે,સથવાસ રાધનપુર,પાટણ),૩)દીપક જગદીશ મેવડા(રહે,મુવાડા,પાલી, રાજસ્થાન અને ૪)કપિલ અવધેશ શર્મા(રહે,સંજયનગર,ભરતપૂર રાજસ્થાન) મોત નીપજતા ભારે કરૂણાંતિકા સર્જાઈ હતી

આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી ત્રણે મૃતકની લાશને પીએમ માટે ખસેડી મૃતક કાર ચાલકના પરિવારજન નિકુંજ જીવણલાલ રાજ (રહે,આરાધ્ય હોમ્સ,ચાંદખેડા)ની ફરિયાદના આધારે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!