31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

પોતાની ગાડી જવાના સમયે જ સ્ટાર્ટ કરીએ, તો સરકારી ગાડી 15 મિનીટ પહેલા ચાલુ રાખવાનો શો મતલબ ?


ઘરે લાઈટ ચાલું હોય તો સ્વીચ બંધ કરી દેતા અધિકારીઓની નોકરી સમયે માનસિકતા ક્યારે બદલાશે ?
અરવલ્લી જિલ્લામાં પ્રજાના પૈસાનો સરેઆમ ધુમાડો
ક્લાસ વન અધિકારીઓ ગાડીમાં બેસતા પહેલા ગાડી ચિલ્ડ કરાવતા હોવાની રાવ, પુરવઠો કોનો વપરાય ?
પોતાની ગાડી હોય, તો ઈંધણ બચાવવા ચાલકને ટકોર કરતા હોઈએ તો સરકારી ગાડીમાં આવું કેમ નથી કરાતું ?
મોડાસા મામલતદાર કચેરીના ટોકન મશિનનું રાજ હજુ રાજ જ છે
આવી તો કેટલીય સુવિધાઓના બાળ મરણ થઈ ગયા છે, છતાં અધિકારીઓ નથી સુધરતા કે શું?

સરકાર કરોડો અબજો રૂપિયા વિકાસ માટે ફાળવે છે, અધિકારીઓને જે સહુલિયત મળે છે, તે તમામ પ્રજાના ટેક્સના પૈસા હોય છે. પણ અધિકારી સમજતા કેમ નથી હોતા કે, આ પ્રજાના પૈસા છે ? આવું એટલા માટે કે, છાશવારે ભ્રષ્ટાચાર થતા હોય છે, આડેધડ ગ્રાન્ટનો દુરુપયોગ કે પછી અણઆવડતથી કોઈપણ સુવિધા પ્રજા માટે ઊભી કરી દેવી અને તે થોડા સમયમાં બિનઉપયોગી બની જવી. આ બધુ છાશવારે બનતું હોય છે. આવી બાબતે અધિકારી એટલા માટે સમજતા નથી હોતા કે, તે પોતાના પૈસે આ બધી સેવા કે સુવિધા ઊભી નથી કરતા.

અરવલ્લી જિલ્લામાં પણ આવું જ ચાલે છે. મોડાસા મામલતદાર કચેરીમાં આવેલા જનસેવા કેન્દ્રમાં 2020 માં ટોકન મશિન મુકાયું હતું, જે બિનઉપયોગી બની ગયું છે. પણ અધિકારીઓ આ બાબતે કેમ મૌન છે ? સંબંધિત વિભાગ પાસે કેમ કંઈ જવાબ માંગતા નથી ? કોઈ જવાબદાર છે ? આ બધા સવાલોના જવાબો લેવાને બદલે અને સંબંધિત અધિકારીને કંઈ પણ ન પૂછવાનો મતલબ એવો થાય છે કે, બધાય મળેલા છે અને પ્રજાના પૈસાનો ચોક્કસથી ધુમાડો કરી દેવાની તેમની પાસે કોઠાસૂઝ છે.

હવે વાત એટલે થી નથી અટકતી, સામાન્ય રીતે પરિવારમાં ગાડી હોય અને બહાર જવાનું થાય તો આપણે, જવાના સમયે જ ગાડી ચાલુ કરતા હોય છે કારણ કે, આપણાં પોતાના પૈસે તેમાં ઈંધણ પુરાવવું પડે છે. પણ અરવલ્લી જિલ્લામાં આવું અધિકારી સમજતા નથી. 15 કે 20 મિનિટ પહેલા ક્લાસ વન અધિકારીનો કોલ ડ્રાઈવરને પહોંચી જાય કે, ગાડી ચાલું કરો, એટલે ડ્રાઈવર ગાડી ચાલુ કરી દે અને તેમાં એ.સી પણ ચાલુ થઈ જાય. સાહેબ પછી આવે, ત્યાં સુધી ગાડી ચિલ્ડ થઈ જાય. આવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે, આમાં પેટ્રોલ કે ડિઝલ તેમનું નથી બળતું પણ પ્રજાના ટેક્સના પૈસાનું બળે છે, એટલે આવા નાટકો થતાં હોય છે. જો તેમના પૈસાનું ઈંધણ બળે તો બે મિનિટ પણ કોઈ ઉચ્ચ અધિકારી ગાડી ચાલુ ન રાખે. અરવલ્લી જિલ્લા સેવા સદનમાં 11 ઓગસ્ટના રોજ બપોરના અરસામાં આવું જ જોવા મળ્યું હતું. અહીં બોલેરો ગાડીના ચાલકે ક્સાલ વન અધિકારીની ગાડી ઓછામાં ઓછી 15 મિનિટ થી ગાડી ચાલુ રાખી હતી, અને તેમાં એસી પણ ચાલું હતું કારણ કે, ગાડી ચિલ્ડ કરવાની હતી, ગરમી બહું જ હતી, એટલે, ગાડી ચિલ્ડ થઈ અને અધિકારી આવીને તેમાં ઠંડા થઈને ચાલ્યા ગયા. હવે તેમને કોણ સમજાવે કે, ઘરે લાઈટ ચાલું હોય તો પણ આપણે સ્વીચ બંધ કરી દઈ છીએ અને અહીં તો આપણે પ્રજાના પૈસાનો ધુમાડો કરી દઈએ છીએ!!!


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!