37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : LCBએ ભિલોડા પોલીસ હદમાંથી ચાલતી દારૂની લાઈનનો પર્દાફાશ કરી બે...

અરવલ્લી : LCBએ ભિલોડા પોલીસ હદમાંથી ચાલતી દારૂની લાઈનનો પર્દાફાશ કરી બે કારમાંથી 8 લાખનો દારૂ ઝડપ્યો

0
129

ભિલોડા પોલીસની પ્રોહિબિશનની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા
ભિલોડા પોલીસની નાક નીચે વિદેશી દારૂની લાઇન ચાલતા અનેક તર્ક વિતર્ક, સ્થાનિક પોલીસની સંડોવણી હોવાની ચર્ચાએ જોર પકડ્યું
નાના ડોડીસરાનો કલ્પેશ ઉર્ફે બોડો બળેવા અને રાજસ્થાનના બેસા વેલા ડામોરની દારૂની લાઇન પર LCBએ બ્રેક મારી
SP શૈફાલી બારવાલે DYSP કક્ષાના અધિકારીને સમગ્ર કેસની તપાસ સોંપી દૂધનું દૂધ અને પાણીનું પાણી ની કહેવત સાર્થક કરવી જોઈએ

અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચ વિદેશી દારૂની હેરાફેરી અને વેપલને અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે LCB પોલીસે ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારના રાજસ્થાન રાજ્યને અડીને આવેલા અંતરિયાળ માર્ગો પરથી નાના ડોડીસરાના કલ્પેશ ઉર્ફે બોડો બળેવા અને રાજસ્થાનના બેસા વેલા ડામોરની નાના-મોટા વાહનો મારફતે ગુજરાતમાં ઠલવાતા દારૂની લાઇનનો પર્દાફાશ કરી બે સ્વિફ્ટ કારમાંથી 8 લાખ જેટલા રૂપિયાનો વિદેશી દારૂ સાથે 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

અરવલ્લી LCB PI એચ.પી.ગરાસિયા અને તેમની ટીમે ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન ડ્રાઈવ હાથધરતા નાના નાના ડોડીસરાના કલ્પેશ ઉર્ફે બોડો બળેવા અને રાજસ્થાનના બોરકાપાણી ગામનો બેસા વેલા ડામોર વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ ગુજરાત રાજ્યમાં ઘુસાડતો હોવાની અને બાબરી તરફથી બે સ્વિફ્ટ કાર દારૂ ભરી ડોડીસરા તરફ આવી રહી હોવાની બાતમી મળતા જેસિંગપુર નજીક નાકાબંધી કરતા બાતમી આધારિત બંને સ્વિફ્ટ કાર હંકારતા બુટલેગરો નાકાબંધી જોઈ કાર રોડ સાઈડમાં ઉતારી અંધારામાં ફરાર થઈ ગયા હતા

અરવલ્લી એલસીબી પોલીસે બંને કારમાંથી વિદેશી દારૂની બોટલ અને બિયર નંગ-1218 કિં.રૂ.7.97 લાખથી વધુનો દારૂ અને બંને કાર મળી રૂ.15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ભિલોડા પોલીસ સ્ટેશનમાં નાના ડોડીસરાનો કલ્પેશ ઉર્ફે બોડો બળેવા અને રાજસ્થાન બોરકાપાણીના બેસા વેલા ડામોર , બંને કાર ચાલક બુટલેગરો અને વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ અજાણ્યા શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!