37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines કોંગ્રેસે મશાલ રેલી યોજી:અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગાદી છોડ”ના...

કોંગ્રેસે મશાલ રેલી યોજી:અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગાદી છોડ”ના બેનર સાથે મોડાસામાં મશાલ રેલી યોજી

0
52
Oplus_0

મોડાસા શહેરના ચાર રસ્તાથી આઇકોનિક બસ પોર્ટ સુધી મશાલ રેલીમાં કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા

કોંગ્રેસ ની મશાલ રેલીમાં બેનરો સાથે આક્રમક સુત્રોચાર સાથે જાણે કોંગ્રેસમાં પ્રાણ પુરાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા

અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુરુવારે સાંજે “વોટ ચોર ગાદી છોડ”ના બેનર સાથે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.અરવલ્લી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલના નેતૃત્વમાં બહોળી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા.અરુણ પટેલે આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સરકાર અને ભારતીય ચૂંટણી પંચની મિલીભગતથી મતદાર યાદીમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ થઈ છે, જેનો પર્દાફાશ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દસ્તાવેજી પુરાવાઓ સાથે કર્યો છે.આ મશાલ રેલીમાં પૂર્વ કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર,પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, જશુભાઈ પટેલ,કોંગ્રેસ અગ્રણી જયદત્તસિંહ પુવાર,હુસેનભાઇ ખાલક,વદનસિંહ, મહિલા મોરચો, કોંગ્રેસ યૂથ મોરચો સહિત અનેક કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

આવા તમામ મતદારોની યાદી જાહેર કરવામાં આવે અરુણ પટેલે જણાવ્યું કે, બિહારમાં 65 લાખ જીવિત મતદારોને મૃત જાહેર કરીને તેમનાં નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો છે કે, આવા તમામ મતદારોની યાદી જાહેર કરવામાં આવે. કોંગ્રેસ પક્ષ વર્ષોથી ચૂંટણી પંચ પાસે ડિજિટલ મતદાર યાદી માગી રહ્યો છે, જેથી ટેકનોલોજીના માધ્યમથી નામોનું તાત્કાલિક સંશોધન થઈ શકે ​​​​​​

લોકશાહી બચાવવા માટે અને રાહુલ ગાંધીની મોહિમને સમર્થન આપવા અરવલ્લી જિલ્લા તથા શહેર કોંગ્રેસ સમિતિએ આ મશાલ રેલી યોજી હતી, જેમાં મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં જઈ લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવશેનું ભાર પૂર્વક જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!