32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લામાં સરકારી યોજના પ્રજા સુધી પહોંચાડવા સર્વે માટે ‘સંતૃપ્તિ અભિયાન’ નો...

અરવલ્લી જિલ્લામાં સરકારી યોજના પ્રજા સુધી પહોંચાડવા સર્વે માટે ‘સંતૃપ્તિ અભિયાન’ નો પ્રારંભ કરાવતા મંત્રી ભિખુસિંહ પરમાર

0
101

અરવલ્લી જિલ્લામાં મિશન સંતૃપ્તિ અભિયાન હેઠળ કેન્દ્ર સરકારની તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ સતત જિલ્લાના તમામ નાગરિકો સુધી પહોંચે તે માટે જિલ્લા વહીવટી તંત્ર હંમેશા પ્રયત્નશીલ રહેલ છે. તેમ છતાં જો કોઈ પણ કારણોસર કોઈ લાભાર્થીને લાભ લેવાનો બાકીમાં રહી ગયેલ હોય તો તેવા લાભાર્થીઓને ઘરે ઘરે જઈ સર્વે કરી શોધવા માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી મિશન સંતૃપ્તિ અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે. જે અંતર્ગત દરેક ગામના દરેક ઘરનો મોબાઈલ એપ્લીકેશન દ્વારા સર્વે કરી લાભ આપવાપાત્ર લાભાર્થી જો બાકી રહી ગયેલ હોય તો તેને શોધવા માટે આ મિશનની શરૂઆત આજ રોજ માન. રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર, કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં કરવામાં આવેલ છે.

અરવલ્લી જિલ્લા વહવટી તંત્ર દ્વારા અને સંબંધિત વિભાગોના તાજેતરના અવલોકનમાં જાણવા મળ્યું કે અનેક પાત્ર લાભાર્થીઓ આધાર કાર્ડ અપડેશન, e-KYC તથા બેંક ખાતા નંબર આધાર સાથે લીંક ન હોવા જેવી તકનિકી ખામીઓના કારણે યોજનાઓના લાભથી વંચિત રહી રહ્યા છે. પરિણામે PMAY, NRLM, MGNREGA, ખેતીવાડી વિભાગની PM-Kisan, ફાર્મર રજીસ્ટ્રેશન, આધારકાર્ડ અપડેશનની કામગીરી , આરોગ્યની માતૃવંદના યોજના, તેમજ ICDS વિભાગ જેવી યોજનાઓના લાભાર્થીઓને અડચણો આવતી હોય છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કક્ષાએ નિર્ણય લેવાયો છે કે દરેક તાલુકાના ગ્રામ પંચાયત વિસ્તારોમાં સર્વે ટીમો ઘરઆંગણે જઈ કુટુંબોની વિગતો એકત્ર કરશે.આ સર્વે દરમિયાન:
આધાર કાર્ડ અપડેશન
e-KYC પૂર્ણ કરાવવા
બેંક ખાતા આધાર સાથે લીંક કરાવવાની કાર્યવાહી અને જે સરકારી લાભ નથી મળ્યા તેઓને સરકારી વહીવટી તંત્ર દ્વારા લાભ આપવાનો
તેમજ પાત્ર કુટુંબોની યોજનાઓ માટે નોંધણી કરવામાં આવશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે સર્વે ટીમોને સંપૂર્ણ સહકાર આપે અને જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ કરાવે, જેથી કોઈ પણ પાત્ર પરિવાર સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભથી વંચિત ન રહે. આજની પ્રેસ કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેકટર ડી.વી.મકવાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!